________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૫] अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना । शास्त्रयुक्तिशतेनापि, न गम्यं यद् बुधा जगुःः॥३॥
બુદ્ધિમાન પુરુષે વિચાર કરી કરીને કહે છે કે પરબ્રહ્મ છે તે અતદ્રિય છે અને તે અનુભવગમ્ય છે. શાસ્ત્રોની અનેક યુક્તિઓ લાગુ કરવા છતાં પણ પુરુષ તેને પાર પામી શકતા નથી. તેથી પંડિતો કહે છે કે
ઈન્દ્રિયોને અગોચર સર્વોપાધિ રહિત શુદ્ધ બ્રહ્મ–આત્મા વિશેષ શુદ્ધ અનુભવ વિના શાસ્ત્રની સેંકડો યુક્તિઓ વડે પણ જાણી શકાય તેમ નથી, જેથી પંડિતોએ કહ્યું છે કે
ज्ञायेरन् हेतुवादेन, पदार्था यद्यतीन्द्रियाः। कालेनैतावता प्राज्ञैः, कृतः स्यात् तेषु निश्चयः ॥४॥
ઇદ્રિથી જે અગોચર છે એવી વસ્તુઓની સિદ્ધિ જે હેતુવાદથી ગમ્યું હોત તો ઘણાં લાંબા વખતથી જેની ચર્ચા ચાલુ જ છે છતાં તેનો નિર્ણય કેમ થતું નથી અર્થાત્ તે અનુભવગમ્ય જ છે. ૪.
જે યુક્તિશાત્રે કરીને ઈન્દ્રિયોને અગોચર ધર્માસ્તિકાયાદિ પદાર્થો હથેળીમાં રહેલા આમળાની પેઠે જાણી શકાયા હોત તો એટલા કાળે અતીન્દ્રિય પદાર્થોને વિષે પંડિતએ અસંદિગ્ધ અને અબ્રાન્ત નિર્ણય કર્યો હત.
આત્મા પણ અતીન્દ્રિય પદાર્થ છે, તેના પર્યાય પણ અતીન્દ્રિય છે, માટે તે તે વ્યક્તિને ચક્કસ મેક્ષના ઉપાયનું પરિજ્ઞાન થવાને માટે સામર્થ્યાગરૂપ અનુભવ પ્રમાણ અવશ્ય માનવું એ ભાવાર્થ છે.