________________
[૧૧૪]
શ્રી કપૂરવિજયજી २६ अनुभवाष्टक सन्ध्येव दिनरात्रिभ्यां, केवलश्रुतयोः पृथक् ।
નુભવો દઈ, વાળોરાક છે ? અનુભવરસ અમૃત સમાન અતિ મિષ્ટ લાગે છે અને તેને સ્વાદ ફક્ત જ્ઞાનગરિક મુનિએ જ લઈ શકે છે. રાત્રિ અને દિવસથી સંધિયા જેમ પૃથક-વચમાં છે તેમ કૃતજ્ઞાનની અને કેવળજ્ઞાનની વચમાં અનુભવજ્ઞાન છે અને તે કેવળજ્ઞાનરૂપ સૂર્યના ઉદય પહેલા અરુણાદયરૂપ છે, એવી પંડિતપુરુષની માન્યતા છે. ૧.
જેમ દિવસ અને રાત્રિથી સંધ્યા જુદી છે તેમ કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન કેવલજ્ઞાનરૂપ સૂર્યના અરુણોદયરૂપ અનુભવ પંડિતાએ દીઠે છે. એટલે મતિ-શ્રુતજ્ઞાનના ઉત્તરભાવી અને કેવલજ્ઞાનથી અવ્યવહિત (અન્તર રહિત) પૂર્વભાવી પ્રકાશને અનુભવ કહે છે. તેનું બીજું નામ પ્રતિભજ્ઞાન છે.
व्यापारः सर्वशास्त्राणां, दिक्प्रदर्शन एव हि । पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः ॥२॥
સર્વ શાસ્ત્રના અધ્યયનરૂપ વ્યાપાર તે માત્ર દિશા સૂચવનાર છે, પરંતુ ભવસમુદ્રને પાર પામવા માટે અનુભવરૂપ વહાણની આવશ્યકતા છે. ૨.
ખરેખર સઘળાં શાસ્ત્રોનો વ્યાપાર ઉપાયપ્રવર્તન દિશા બતાવવાને જ છે, પરંતુ એક અનુભવ સંસારસમુદ્રને પાર પમાડે છે.