________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૧૩] જ્ઞાનમાત્રને દીપક (અપ્રમત્ત સાધુ) નિર્વાતસ્થાન સમાન ધર્મોપકરણએ કરીને નિષ્પરિગ્રહપણની સ્થિરતાને પામે છે. એટલે જ્ઞાનદીપકને તૈલ સમાન યુક્તાહાર જેમ આધાર છે, તેમ નિર્વાસસ્થાન તુલ્ય ધર્મોપકરણ પણ આધાર છે એમ જાણવું.
मूछिन्नधियां सर्व, जगदेव परिग्रहः । मूर्च्छया रहितानां तु, जगदेवापरिग्रहः ॥ ८॥
મમતામાં અંધ બનેલા જીવોને આખું જગત પરિગ્રહરૂપ છે અને મમતા રહિત-નિ:સ્પૃહીને આ જગત જ અપરિગ્રહરૂપ છે. ૮.
મૂર્છાએ કરીને જેની બુદ્ધિ ઢંકાયેલી છે તેને સર્વ જગત જ પરિગ્રહ છે અને મૂચ્છથી રહિત જ્ઞાનીને તો જગત જ અપરિગ્રહરૂપ છે. વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે–
तम्हा किमत्थि वत्थु गंथोऽगंथो व सव्वहा लोए । गंथोऽगंथो व मओ मुच्छाऽमुच्छाहिं निच्छयओ ॥ वत्थाइ तेण जं जं संजमसाहणमरागदोसस्स । तं तमपरिग्गहो चिय परिगहो जं तदुवघाई ॥
તા. ૨૦૭૫-૭૬ તેથી લકમાં એવી કઈ વસ્તુ છે કે જેને સર્વથા પરિગ્રહ અથવા અપરિગ્રહરૂપ કહેવાય? માટે નિશ્ચય દૃષ્ટિથી મૂચ્છથી પરિગ્રહ અને અમૂર્છાથી અપરિગ્રહ કહે છે. તેથી રાગદ્વેષ રહિત આત્માને સંયમના સાધનભૂત વસ્ત્રાદિ અપરિહરૂપ છે અને સંયમને ઉપઘાત કરનાર જે હેય તે પરિગ્રહ છે. ”