________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૧૧] ધન-ધાન્યાદિક બાહા અને મિથ્યાત્વ વિષયકષાયાદિક અત્યંતર પરિગ્રહને સર્વથા ત્યાગ કરી જે જગતથી નિઃસ્પૃહ-નિરાળાનિલેપ થઈને રહે છે તેનાં ચરણકમળને સહુ કઈ સેવે–ઉપાસે છે.૩.
જે તૃણની પેઠે ધનધાન્યાદિ બાહ્ય અને મિથ્યાત્વાદિ અંતરંગ પરિગ્રહ તજી ઉદાસીન થઈને રહે છે, તેના ચરણકમળ ત્રણ જગતુ સેવે છે.
चित्तेऽन्तर्ग्रन्थगहने, बहिर्निर्ग्रन्थता वृथा । त्यागात्कञ्चुकमात्रस्य, भुजगो न हि निर्विषः॥४॥
જ્યાં સુધી મિથ્યાત્વ વિષયકષાયરૂપ અત્યંતર પરિગ્રહ છૂટે નહીં, ત્યાં સુધી બાહા પરિગ્રહને ત્યાગ માત્ર દેખાવરૂપનકામો છે, અર્થ વગરનો છે. જુઓ, કાંચળી માત્ર તજવાથી સર્પ કંઇ નિર્વિષ થઈ શકતો નથી. ૪.
અંતરંગ પરિગ્રહ કરીને ગહન-વ્યાકુળ ચિત્ત હોય તે બાહ્ય નિર્ચન્થપણું ફેગટ છે. ખરેખર કાંચળી માત્રને છેડવાથી સાપ વિષરહિત થતો નથી.
त्यक्ते परिग्रहे साधोः, प्रयाति सकलं रजः । पालित्यागे क्षणादेव, सरसः सलिलं यथा ॥५॥
સરોવરની પાળ તોડવાથી જેમ સઘળું પાણુ ક્ષણમાત્રમાં વહી જાય છે, તેમ બાહા-અંતર પરિગ્રહમાત્રને ત્યાગ કરી નિ:સ્પૃહ-નિર્મમ થવાથી સઘળાં કર્મને સહેજે અંત આવી જાય છે. ૫.
જેમ પાળને નાશ કરવાથી સરોવરનું સઘળું પાણી ક્ષણ