________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૧] રાવાય છે) અને અગ્નિનું ઓષધ અગ્નિ (વરાંકુશથી તાવ જાય છે) સાચું છે, તેથી જ ભવભીરુ સાધુજનોને ઉપસર્ગને ભય હોતો નથી, પણ અદીનપણે વૈર્ય ને હિંમતથી સર્વે અનુકૂળ ને પ્રતિકૂળ પરિસાને સહન કરે છે. ૭.
વિષનું ઔષધ વિષ અને અગ્નિનું ઔષધ અગ્નિ જ કહેવાય છે તે સત્ય છે, જેથી સંસારથી ભય પામેલાને ઉપસર્ગ પ્રાપ્ત થવા છતાં પણ ભય હોતો નથી.
स्थैर्य भवभयादेव, व्यवहारे मुनिव्रजेत् । स्वात्मारामसमाधौ तु, तदप्यन्तर्निमजति ॥ ८॥
ભવભીરુતાથી મુનિજને વ્યવહારપાલનમાં સ્થિરતા રાખે છે અને સ્વઆત્મારામમાં ખરી શાન્તિ–સમાધિ પ્રસરતાં તે ભવભય અંતરમાં સમાઈ જાય છે. ૮.
વ્યવહારનયે મુનિ સંસારના ભયથી જ સ્થિરતા પામે છે અને પિતાના આત્માની રતિરૂપ નિર્વિકલ્પ સમાધિમાં હોય ત્યારે સંસારને ભય પણ સમાધિમાં જ મગ્ન થાય છે, કારણ કે – ___" मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः "
મેક્ષ અને સંસારમાં બધે ય ઉત્તમ મુનિ નિ:સ્પૃહ હોય છે, એવું શાસ્ત્રવચન છે.