________________
લેખ સંગ્રહ : ૫ :
[ ર૬૭ ] ૩૧. સમકિતનાં વિદન હરનારી ચકેશ્વર અને સિદ્ધાયિકા પ્રમુખ ઋષભાદિ તીર્થકરોના શાસનની અધિષ્ઠાત્રી દેવીએ મુજને જયલક્ષ્મી આપે.
૩ર. જેનોનાં વિદનોને હરનારા કપદી અને માતંગ પ્રમુખ પ્રસિદ્ધ પરાક્રમવાળા અધિષ્ઠાયક યક્ષે મુજને સદા મંગળ આપે.
૩૩. સુકૃતવડે ભાવિત ચિત્તવૃત્તિવાળે અને સૌભાગ્ય ભાગ્યવડે ભરેલે એ જે શુભ મતિવંત પુરુષ આ મંગળાષ્ટકને પ્રભાતસમયે ભણે છે તે સર્વ વિદનોને હણીને જગતમાં મનમાન્યા મંગળને મેળવે છે.
દિવસના પહેલા પહેરની કરણ. ૩૪. ત્યારપછી નિસીહિ કહીને જિનમંદિરે જવું અને સઘળી આશાતના તજીને જિનેશ્વર ભગવાનને ત્રણ વાર પ્રદક્ષિણા દેવી.
૩૫ ભેગવિલાસ, હાસ્યચેષ્ટા, નાસિકાદિકને મળ કાઢવો, નિદ્રા, કલેશ અને દુષ્ટ એવી વિકથા કરવી તથા ચાર પ્રકારનો અશનાદિક આહાર કરે–આ બધા આશાતનારૂપ સમજી જિનભુવનમાં અવશ્ય તજવાં. આ ઉપરાંત બીજી પણ નાની મટી અનેક આશાતનાએ દેવવંદનભાળ્યાદિકમાં જણાવેલી છે તે સુએ તજવી.
ક૬. “હે જગન્નાથ! આપને નમસ્કાર (નમેજિણાણું) ઈત્યાદિ સ્તુતિ પદને કહેતાં ફળ, અક્ષત પ્રમુખ પ્રભુની આગળ ઢેકવું–મૂકવું.
૩૭. ખાલી હાથે રાજા, દેવ અને ગુરુ તથા વિશેષ નિમિ