________________
[ ૨૬૬ ]
શ્રી કપૂરવિજયજી
આત્માને ઉપકારક થઈ શકે છે. જાણતાં કે અજાણતાં લાગેલાં પાપની શુદ્ધિ સરલપણે શીઘ્ર કરવી જોઇએ.
૨૪. આવશ્યક કરણી કરીને પૂર્વ કુળમર્યાદા સભારી અત્યંત આન ંદિત ચિત્તથી મંગળસ્તુતિ કહેવી. ( આવશ્યક કરણી પહેલાં અને પછી આ રીતિ છે ).
મંગળ સ્તુતિ અષ્ટક
૨૫. મહાવીર ભગવાન, ગાતમ ગણધર, સ્થૂલભદ્રાદિ મુનિ વરે અને જિનેશ્વરાએ કહેલા ધર્મ એ સઘળા મુજને મંગળરૂપ થાઓ.
૨૬. ઋષભાદિક જિનેશ્વરા, ભરતાદિક ચક્રવત્તી એ, બળદેવા, વાસુદેવે અને પ્રતિવાસુદેવા એ સઘળા મારું કલ્યાણ કરે.
૨૭. નાભિકુલકર અને સિદ્ધાર્થ ભૂપ પ્રમુખ સઘળા જિનેશ્વરના પિતાએ જેમણે અખંડ સામ્રાજ્ય ભેળવેલ છે તેએ મુજને જય આપે.
૨૮. જગત્પ્રયને આનંદ કરનારી મરુદેવી અને ત્રિશલા પ્રમુખ જિનેશ્વરાની પ્રસિદ્ધ માતાએ મારું મગળ કરી.
૨૯. શ્રી પુંડરીક અને ઇન્દ્રભૂતિ પ્રમુખ સઘળા ગણધર અને બીજા શ્રુતકેવળીએ (ચૌદ પૂર્વધરા) પણ મુને મંગળમાળા
આપેા.
૩૦. અખંડ શીલની શેાભાથી ભરેલી બ્રાહ્મી અને ચંદનમાળા પ્રમુખ મહાસતી-સાધ્વીએ મુજને મંગળ ક્ષેા.