________________
[ ૨૩૦ ]
શ્રી કર્ખરવિજયજી ૪૯ પ્ર–સદા શું ચિન્તવવું? | ઉ-સંસારની અસારતા. ૫૦. પ્ર-વહાલી કેને કરવી? ઉ૦-કરુણા, દાક્ષિણ્યતા અને મૈત્રો. ૫૧. પ્રહ-કંઠે પ્રાણ આવે તે પણ કોને વશ ન થવું?
ઉ૦-મૂર્ખ, ખેદ, ગર્વ અને કૃતનને. ૫૨. પ્ર૦-પૂજ્ય કોણ?
ઉ–સદાચરણવંત-સુચારિત્રી ( અખંડ ચારિત્રવત ). ૫૩. પ્ર–કમનસીબ કોણ? | ઉ-કુશીલ-દુઃશીલ અથવા ચારિત્ર-આચારભ્રષ્ટ. ૫૪. પ્ર-જગતને કોણ જીતી શકે ?
ઉ૦–સત્ય અને ક્ષમાવંત પુરુષ. ૫૫. પ્રવ-દે પણ કોને ભાવપૂર્વક અત્યન્ત નમે છે?
ઉ૦-દયાપ્રધાન અત્યંત દયાળુ પ્રાણીને. પ૬. પ્ર-સુજ્ઞજનેએ શાથી વિરક્ત રહેવું ?
ઉ૦-સંસાર અટવી થકી. ૫૭. પ્ર-પ્રાણુઓ કોને વશ થઈ રહે?
ઉ–સત્ય અને પ્રિયભાષી વિનીત જનને. ૫૮. પ્ર-પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ માટે કયાં સ્થિતિ કરવી?
ઉ૦-ન્યાયના માર્ગમાં.