________________
લેખ સંગ્રહ : ૫ :
[ રર૯ ] ૩૭. પ્રક-વાણીનું ભૂષણ શું?
ઉ૦-પ્રિય અને પથ્થ(હિત)રૂપ સત્ય. ૩૮. પ્રવ-અર્થકારી શું?
ઉ૦–અસ્તવ્યસ્ત (અવ્યવસ્થિત) મન, ૩૯. પ્ર.–સુખ-શાંતિકારી શું? ઉ૦-સર્વહિત ચિન્તવનરૂપ મૈત્રી. ૪૦. પ્ર–સર્વ દુઃખનાશક શું ?
ઉ –સર્વવિરતિ ચારિત્ર (આત્મનિગ્રહ). ૪૧. પ્ર-અંધ કોણ? ઉ૦–અકાર્યમાં રક્ત રહે તે. ૪૨. પ્રક-બધિર (બહેરે) કોણ?
ઉ૦-હિતવચન ન સાંભળે તે. ૪૩. પ્ર-મૂંગે કોણ? ઉ૦–અવસરે પ્રિય બોલી ન જાણે તે. ૪૪. પ્ર-મરણ કયું ? ઉમૂર્ણપણું-મૂઢતા. ૪૫. પ્ર-અમૂલ્ય શું? ઉ૦-જે ખરી તકે દેવાય તે. ૪૬. પ્ર-મરણ પર્યન્ત સાલે શું ?
ઉ૦-છાનું કરેલું કાર્ય (પાપ). ૪૭. પ્ર-કયાં ઉદ્યમ કરવો?
ઉ૦-વિદ્યાભ્યાસ, સઓષધ અને દાનમાર્ગમાં. ૪૮. પ્ર–ઉપેક્ષા કયાં કરવી ?
ઉ૦-દુર્જન, પરસ્ત્રી અને પરધન વિષે.