________________
[ ૨૨૮]
શ્રી કરવિજયજી ૨૪. પ્ર–ખરું જીવિત (જીવતર ) કયું?
ઉ–નિર્દોષ ( પાપ-કલંક-રહિત ). ૨૫. પ્ર-જડતા કઈ?
ઉ૦-છતી શકિત-બુદ્ધિએ આળસ કરવું (અભ્યાસ ન કરવો તે). ૨૬. પ્રહ-જાગતે કોણ?
ઉ૦-વિવેકી (જેને હિતાહિતનું યથાર્થ ભાન થયું હોય તે). ૨૭. પ્ર-નિદ્રા કઈ? ઉ–જીવની મૂઢતા (અજ્ઞાનદશા). ૨૮. પ્રહ-અતિ ચપલ શું?
ઉ૦-જોબન (જુવાની), લક્ષ્મી અને આયુષ્ય. ૨૯. પ્ર-ચંદ્રના કિરણ જેવા શીતળ કોણ?
ઉ૦-સજજન-સપુરુષ જ. ૩૦. પ્ર–ખરી નરક કઈ? ઉ૦-પરવશતા-પરતંત્રતા–પરાધીનતા. ૩૧. પ્ર.–ખરું સુખ કયું? ઉ–સર્વસંગત્યાગ–વેરાગ્ય. ૩૨. પ્ર-સત્ય કયું? ઉ૦-પ્રાણીને હિતરૂપ થાય તે. ૩૩. પ્ર-પ્રાણીમાત્રને પ્રિય શું? ઉ૦-નિજ પ્રાણ ૩૪. પ્ર.–ખરું દાન કર્યું ? ઉ૦-ફળની ઈચ્છા રહિત દેવાય તે. ૩૫. પ્ર૦-ખરો મિત્ર કો?
ઉ૦-પાપથી નિવર્તાવે અને ધર્મમાં જે તે. ૩૬. પ્રખરું આભૂષણ કયું? ઉ૦-શીલ-સદાચરણ.