________________
[ ૨૨૬ ]
શ્રી કપૂરવિજયજી પ્રશ્નોત્તર રત્નમાલિકા (“વેતામ્બર ગુરુશ્રી વિમલેન રચિતા.) ૧. પ્રો-આદરવા યોગ્ય શું?
ઉ૦-ગુરુની હિતશિખામણ (શિક્ષા). ૨. પ્ર-તજવા યોગ્ય શું ? ઉ–ન કરવાના કામ (અકાર્ય). ૩. પ્ર-ગુરુ કોણ? ઉતત્ત્વજ્ઞ તેમજ પરહિત કરવા ઊજમાળ. ૪. પ્રો-વિદ્વાનોએ શીધ્ર શું કરવું?
ઉ૦-ભવપરંપરાને ઉચ્છેદ (જન્મમરણનો અંત.) પ. પ્ર-મેક્ષને ઉપાય શો?
ઉ૦-સમ્યગ (યથાર્થ) જ્ઞાન અને સદ્વર્તન. ૬. પ્રા–પરભવ જતાં ભાતુ શું ?
ઉ–ભાવ સહિત દાન, શીલ અને તપ (ધર્મ ). ૭. પ્ર-આ લોકમાં પવિત્ર કોણ?
ઉ-જેનું મન પવિત્ર-નિર્મળ હોય તે. ૮. પ્ર-પંડિત કેણ? ઉ૦-વિવેકવાન ૯. પ્ર-વિષ ( હલાહલ ઝેર) કયું?
ઉ –ગુરુનું અપમાન (આશાતના). ૧૦. પ્ર–મનુષ્યપણાને સાર શું ?
ઉ૦–વપરહિત સાધવા સદા સાવધાનતા.