________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૨૫ ] ૫૯. ગુપ્ત–ખાનગી રાખવા જેવી વાત જ્યાં ત્યાં પ્રગટ કરી દેનાર ( અને પાછળથી પસ્તાવો કરનાર ). *
૬૦. હિતશિક્ષા ( શિખામણ ) આપનાર ઉપર નકામે મત્સર ( રોષ ) કરનાર.
૬૧. પાત્રાપાત્રની પરીક્ષા વગર વિવેક રહિત સહુ ઉપર વિશ્વાસ રાખનાર.
૬૨. યથાર્થ લોકવ્યવહારને નહિં જાણનાર (અને નહિં પાળનાર ).
૬૩. ભિક્ષુક-પરોપજીવી છતાં ગરમાગરમ તાજી રસોઈ ખાવાની ઈચ્છા રાખનાર.
૬૪. ગુરુપદ ધાર્યા છતાં સ્વઉચિત કરણમાં શિથિલતામંદતા આદરનાર.
૬૫. કુકર્મ-નીચ-સિંઘ કાર્ય કરતાં છતાં લગારે લજજા ( શરમ ) નહિં રાખનાર, પ્રગટપણે લાજ-શરમ તજી નીચ કર્મ કરી બડાઈ મારનાર ( અને પશુ જેવું જીવન જીવનાર ).
૬૬. ઠાવકું મોઢું રાખીને બોલવાને બદલે ( ખડખડ ) હસતો હસતો બોલનારે.
આ મૂર્ણ શતકનો ભાવાર્થ સમજી જે ભવ્ય જને પારકાં છિદ્ર નહિં જતાં પોતાની ભૂલે શેધીને સુધારશે તે જરૂરી સુખી થશે.
| ( આ. પ્ર. પુ. ૧૮. પૃ. ૩૦૦ )
૧૫