________________
[ ૬૮ ]
શ્રી કર્ખરવિજયજી ટેવાયેલા જ હોય છે. ત્યારે કેટલાએક ભાઈબહેને સંગેની પ્રતિકૂળતાથી કે આળસ ને કૃપણુતાદિક કાઠીયાની પરવશતાથી ભાગ્યે જ પવિત્ર તીર્થયાત્રાને લાભ લઈ શકે છે. જે આળસ ને કૃપણુતાદિક દોષને દૂર કરી શકાય તો પછી શત્રુંજય જેવા પવિત્ર તીર્થરાજની યાત્રા–સેવા–ભક્તિનો લાભ સહેજે લઈ શકાય. કેટલાક મુગ્ધ ભાઈબહેનો તીર્થયાત્રા કરવા જવાની કે તેવાં બીજાં ધર્મ આચરણની ભાવના જ ભાવતા બેસી રહે છે, પરંતુ ખરી તકે પુરુષાતન ફેરવીને ધાર્યું કામ કરતા નથી, તેથી તેઓ આત્માની કશી ઉન્નતિ સાધી શકતા નથી. જેમણે નવાણું યાત્રા વિધિસર કરવી જ હોય, અથવા કંઈક અધિક સ્થિરતાથી આવા પવિત્ર તીર્થની યાત્રાને લાભ લેવો જ હોય તેમને માટે અત્યારે સારી અનુકૂળતા લેખી શકાય. પાલીતાણાના રાજ્ય સાથે યાત્રિકો માટે ચાલીશ વર્ષ માટે થયેલ કરાર પૂરો થઈ જાય તે પહેલાં ભારતવાસી દરેક શ્રાવક-શ્રાવિકા પેટ ભરી ભરીને આ પવિત્ર તીર્થરાજની યાત્રાને લાભ જરૂર લઈ લે એ ખાસ ઈચ્છવા છે. જો કે કરાર પૂરો થયા બાદ રાજ્યાધિકારીઓને બુદ્ધિ સૂઝે અને જેને સાથે સારો એખલાસ સાચવી રાખવા સુલેહશાન્તિથી વર્તે, સંતોષકારક સમાધાન કરી લે, તે તીર્થરાજની યાત્રા કરવા ઈચ્છનારાઓને અંતરાય ઊભો ન જ થાય; તો પણ સુજ્ઞ જનોએ અગમચેતી વાપરી મનમાં તે બાબત કશી અબળખા ન રહે તેવો અને તેટલે બધે લાભ લેવા મળેલી સ્વાધીન તક તો ગુમાવવી નહીં જ. તે માટે જ આ હાર્દિક પ્રેરણા કરી છે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૯, પૃ. ૩૭૨ ]