________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૯ ] પવિત્ર તીર્થયાત્રાએ જતા દરેક જૈનયાત્રાળુને
અગત્યની સૂચના. अन्यस्थाने कृतं पापं, तीर्थस्थाने विमुच्यते । तीर्थस्थाने कृतं पापं, वज्रलेपं भविष्यति ॥ અર્થ—અન્ય સ્થળે કરેલું પાપ તીર્થસ્થાને સવિવેકાણે છૂટે છે, પરંતુ અવિવેકતાથી તીર્થસ્થાનમાં કરેલું પાપ વજલેપ જેવું થાય છે, એમ સમજી દરેક યાત્રાળુઓ નીચેની હકીકત જરૂર લક્ષ્યમાં રાખવી ઘટે છે.
૧. શત્રુંજય, ગિરનાર, આબુજી, સંમેતશિખર, પાવાપૂરી ને ચંપાપૂરી વિગેરે ગમે તે પવિત્ર તીર્થસ્થળની યાત્રા કરવાના અથી ભાઈબહેનોએ પોતાના પરિણામ કેમળ રાખીને, યાત્રાને લાભ લેવાને આવતા અન્ય યાત્રાળુઓની પણ ગ્ય સગવડ સાચવવા ભૂલવું નહીં.
૨. આપણે જાતે થોડું ઘણું કષ્ટ વેઠીને પણ સામાની સગવડ સાચવવી–સાચવવા પૂરતી કાળજી રાખવી. એ નિ:સ્વાર્થ સેવાને લાભ ચૂકે નહીં. સ્વાથની ખાતર તે સહુ કોઈ થોડુંઘણું કષ્ટ સહન કરે છે જ, પરંતુ પરમાર્થની ખાતર જાણુંબૂઝીને કષ્ટ સહન કરવામાં જ વડાઈ રહેલી છે.
૩ મુસાફરી દરમિયાન રેલ્વે ટ્રેઈનમાં, બેલગાડી કે ઘોડાગાડી વિગેરેમાં, તેમ જ ધર્મશાળામાં એ રીતે નિઃસ્વાર્થપણે વર્તતાં ઘણો લાભ ઉઠાવી શકાય, એક બીજાને મદદગાર થઈ શકાય અને અન્યને આદર્શરૂપ બની અનેક જનેને સમાજસેવા ને શાસનસેવામાં માર્ગદર્શક બની શકાય.