________________
[ ૬૬ ]
શ્રી કપૂરવિજયજી અને ધર્મ નથી, તેઓ આ મૃત્યુલોકમાં પૃથ્વીને વિષે ભારભૂત થઈ મનુષ્યરૂપે મૃગે ચરે છે.” અને તે ઉપરથી એમ સમજાય છે કે વિદ્યા વિનાના મનુષ્યને નીતિશાસ્ત્રકાર પશુ સમાન કહે છે. વળી– आहारनिद्राभयमैथुनं च, सामान्यमेतत् पशुभिर्नराणां । ज्ञानं नराणामधिको विशेषो, ज्ञानेन हीनाः पशुभिः समानाः ॥
અર્થ—“આહાર, નિદ્રા, ભય, મૈથુન એ માણસ અને પશુમાં સરખા છે, પરંતુ માણસમાં જ્ઞાન અધિક છે તેથી તેઓ ઉત્તમ ગણાય છે, માટે જ્ઞાન વિનાના મનુષ્ય પશુ સમાન છે.” એ આ લોકને ભાવાર્થ છે,
બીજા જે જે ગુણે છે તે સર્વ ગુણેમાં જ્ઞાન ગુણની આદ્યતા છે. “જ્ઞાન સકળ ગુણ મૂળ રે”એ વિજયલક્ષ્મીસૂરિનું વચન પ્રસિદ્ધ છે. વિદ્યા ભણવાથી માણસને જ્ઞાનની કિંમત સમજાય છે, અને તે કયું જ્ઞાન ઉત્તમ છે તે સમજી શકે છે. પોતાની એવી સમજણશક્તિ થયે તેઓ ધર્મ-જ્ઞાન મેળવવાને વધારે લાયક થાય છે. માણસ પોતાને જન્મ ગમે તેવી મોટાઈ અને ગમે તેવી શ્રીમંતાઈમાં ગાળે પણ જે ધર્મ જ્ઞાન હોય નહિ તો એ સર્વ જન્મ વૃથા છે. તે મનુષ્યભવને લાયક કૃત્ય કરી શકે નહિ, અને મનુષ્યભવ હારી જાય. સિંદુર પ્રકરમાં કહ્યું છે કે –
मानुष्यं विफलं वदंति हृदयं व्यर्थ वृथा श्रोतयोनिर्माण गुणदोषभेदकलना तेषामसंभाविनी ॥ दुर्वारं नरकांधकूपपतनं मुक्तिं बुधा दुर्लभा, सर्वज्ञः समयो दयारसमयो येषां न कर्णातिथिः ॥ १ ॥