________________
લેખ સંગ્રહ : ૩ :
[ પ ] સમજવાની શક્તિ નથી હોતી. તે વખતે તે તે ફક્ત પિતાની નજીક જે પદાર્થ આવે છે તેના જ ગુણ કે અવગુણને ગ્રહણ કરે છે, અને “કીટભ્રમર'ના ન્યાયે તે પદાર્થ જેવો જ બની રહે છે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જ્યારે આવું છે ત્યારે નાના બાળક અને બાળકીઓને વિદ્વાન અને દેશના શૃંગારરૂપ બનાવવાને માટે પ્રથમ તેઓની માતાને સંગીન કેળવણું આપવાની ખાસ જરૂર છે અને જ્યારે સંખ્યાબંધ માતાઓ કેળવણુ પામેલી અને વિદ્વાન થશે ત્યારે તેઓના હાથ તળે ઉછરનાર છોકરાં પણ વિદ્વાન અને ડાહ્યા થશે તેમાં જરાએ શંકા જેવું નથી, એટલા માટે ગમે તે ઉપાયે જી સ્ત્રીઓને કેળવણી આપો.
સાર–સહૃદય ભાઈબહેનને હવે દીવા જેવું સ્પષ્ટ સમજાવું જોઈએ કે યથાર્થ રીતે સ્ત્રીઓને કેળવવા પ્રયત્ન કર્યા વગર સમાજનો ઉદ્ધાર સંભવિત નથી. કહ્યું છે કે “શાણું માતા સો શિક્ષકોની ગરજ સારે છે.” એ વાત હવે હૃદયમાં ઠસાવે.
પાઠ ૫ મો. શાસ્ત્રમાં જ્ઞાનની અધિકતા સ્થળે સ્થળે વર્ણવી છે, અને જ્ઞાન વિનાના મનુષ્યને પશુ સમાન ગણેલા છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે – येषां न विद्या न तपो न दानं, ज्ञानं न शीलं न गुणो न धर्मः ॥ ते मर्त्यलोके भूमिभारभूता, मनुष्यरूपेण मृगाश्चरंति ॥
અર્થ–“જેએનામાં વિદ્યા, તપ, દાન, જ્ઞાન, શીલ, ગુણ