________________
[ ૬૪ ]
શ્રી કર્ખરવિજયજી સાર–આ રીતે સ્ત્રીકેળવણું કેટલી બધી મહત્વની છે તેને ખ્યાલ વાંચનારા ભાઈબહેનને સારી રીતે આવી શકે તે તેઓ સ્ત્રીકેળવણીના હિમાયતી બની સ્ત્રીકેળવણુને પુષ્ટિ આપવા પાછી પાની કરે જ કે ?
પાઠ ૪ થો. આ જગતમાં દરેક પુરુષને તેમ જ સ્ત્રીને કેળવણી લેવાને હક્ક છે અને તે પ્રમાણે તેઓ લે છે, પણ વિશેષ કરીને પુરુષકેળવણીથી જે જે લાભ થાય છે તેના કરતાં સ્ત્રીકેળવણીથી ઘણે દરજજે બીજા મેટા લાભ થાય છે અને પુરુષને મોટા એશ્વર્યપદને પ્રાપ્ત કરાવનાર મૂળ કારણ સ્ત્રી જ છે, કારણ કે પુરુષ જે ઘરમાં જન્મ લે છે તે ઘરમાં તે નાનપણથી પોતાની માતાના હાથતળે ઉછરે છે અને તેની જોરાવર અસર તેની કેળવણું ઉપર થયા વિના રહેતી નથી. તે દુનિયામાં નિરાધાર હાલતમાં દાખલ થાય છે અને કેળવણી તથા પિષણને માટે તેને તમામ આધાર તેની આસપાસ જે મનુષ્ય હેય તેના ઉપર રહેલે હોય છે, અને આસપાસના માણસોમાં પોતાની જનનીની હાજરી પ્રથમ હોય છે. તેથી ખરેખરી પ્રથમ અસર તેની માતાની તેને થાય છે અને તેની માતામાં જે જે ગુણે હાય છે તેને ખરેખર ચિતાર તેના બાલવયના પુત્રમાં પડે છે એમાં જરાએ આશ્ચર્ય નથી, કારણ કે આ સૃષ્ટિમાં દરેક વસ્તુનું બંધારણ અને સ્વભાવ ઘણું કરીને જે વસ્તુ તેની પાસે અને હમેશાં સહવાસમાં આવતી હોય તેનાં જેવાં જ થાય છે, અને એથી ઊલટા થતા હોય તે તે અપવાદરૂપ છે. વળી બાળક જ્યારે અણસમજુ સ્થિતિમાં હોય છે ત્યારે તેને બેલવાની કે