________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૬૩ ] ઉછરે છે ત્યાં જ થાય છે. એવી એક સાધારણ કહેવત ચાલે છે કે “વિદ્યાથી વધતો વિવેક છે.” “વિવેક દશમે નિધિ છે.” અને “મન ઉપરથી માણસ થાય છે.” પણ એ ત્રણ નીતિવચન કરતાં એક વધારે મજબૂત નીતિવચન એ છે કે “ઘર નરને બનાવે છે.” તેનું કારણ એ છે કે ઘરની કેળવણીથી માણસની રીતભાત અને મન બંને ઘડાય છે, એટલું જ નહિ પણ તેના લક્ષણ પણ ત્યાં જ બને છે, હૃદયકમલ પ્રફુલ્લિત થાય છે, ટેવાનું બંધારણ થાય છે, બુદ્ધિના અંકુરો ફૂટે છે, અને ભલા કે ભૂંડાને વાસ્તે આચરણ રચાય છે. મુખ્યત્વે કરીને બાળક જ્યાં જન્મે છે તે ઘરમાં જ જનમંડળને કાબૂમાં રાખનારાં ધોરણે અને નીતિવચને ગૃહગિરિના મૂળમાંથી નીકળે છે. પછી તે મૂળ નિર્મળ હે વો મલિન હે. સરકારના કાયદા-કાનને પણ ગૃહસૂર્યના પ્રતિબિંબ છે. બચપણમાં આપણે હાઈએ, તે વેળાએ આપણું ખાનગી સંસારમાં આપણું મન ઉપર જે જે વિચારેના સૂક્ષ્મ અંકુરે માત્ર ઊગ્યા હોય, તે પછીથી દુનિયામાં દેખા દે છે. તે પછી જગતને જાહેર મત કેળવાય છે, કારણ કે બાળગૃહમાંથી પ્રજાને પાક ઉતરે છે અને જેમના હાથમાં બાળકોને ચાલતાં શીખવવાની દોરી હોય છે તેઓ તો રાજ્યની ખાસી લગામ ઝાલનારા કરતાં પણ વધારે સત્તા ચલાવી શકે છે.
અહાહા !!! જનેતાઓને ઉમદા કેળવણી આપવાનાં કેવાં ફળ છે? મનુષ્યની રહેણીકહેણી ઉપર તેઓ કેવી મજબૂત છાપ પાડી શકે છે? માટે વાચકે, સ્ત્રીકેળવણીની અવશ્ય બહુ જરૂર છે.