________________
લેખ સંગ્રહ : ૩ :
[૬૧] પારખી, ખોટું તજી, ખરું આદરવા લાયક છે એમ સમજે છે. એ સિવાય બીજું કારણ જણાશે નહિ. જ્ઞાન એટલે સમજણ. જેનામાં જેટલી સમજણ વધારે તેટલી માનવજાતમાં તે ઊંચી પદવી ધરાવે છે. આપણે સર્વે વગડામાં અથવા ગામડામાં રહેનાર માણસ કરતાં શહેરના માણસને ઉત્તમ ગણીએ છીએ તો તેનું કારણ તેઓનું જ્ઞાનબળ વધારે હોય છે, એ જ છે. શરીરબળમાં વગડાના અને ગામડાના રહેનારાએ શહેરના મનુષ્ય કરતાં ચઢે છે, તે પણ તેઓ શહેરી મનુષ્યના જ્ઞાનબળને લીધે તેને વશ રહે છે. દરેક માણસમાં ઓછું વધતું જ્ઞાન હોય છે, તેથી તેઓ પોતાના દરેક કાર્ય ઉપરથી અનુભવ લઈ પોતાના સુખદુઃખની વાત એક બીજાને કરે છે, અને તે ઉપરથી જે રસ્તે વધારે સુખ મળે તે રસ્તે પ્રવર્તવા વધારે જ્ઞાનવાળાની મતિથી પ્રયત્ન કરે છે. ઉમર પરત્વે જોઈએ તે બાળકને આપણે પશુ બરાબર કહીએ છીએ, તેનું કારણ એટલું જ છે કે તે સમયે તેનામાં કાંઈ જ્ઞાન હોતું નથી. જેમ જેમ તે મોટું થતું જાય છે અને તેનું જ્ઞાન વધતું જાય છે તેમ તેમ તે માણસમાં ગણાતું જાય છે. ધર્મ, દયા, શૈાચ, દાન, પૂજા, તપ, પુણ્ય, પાપ, ક્રોધ, માન, માયા, લેભ વિગેરે શબ્દોના સ્વરૂપ માણસ પોતાની ઓછી વધતી જ્ઞાનશક્તિના પ્રમાણમાં સમજે છે અને તે ઉપરથી જે આદરવાનાં કાર્ય હોય, તેમાં પોતાનું આચરણ કરે છે અને બીજા છોડી દે છે. ખૂન, ચોરી, મારામારી વિગેરે ગુન્હાનાં કૃત્યે ઘણું કરી અજ્ઞાન માણસો જ કરનારા નીકળશે; કારણ કે જ્ઞાનવાન તો તેથી રાજાને આ ભવમાં અને પાપને દંડ પર ભવમાં ભેગવવો પડશે એમ જાણી શકે છે. પશુનિમાં જન્મ પામનાર પણ જ્ઞાનના ચેગથી ઉચ્ચ ગતિમાં જવા પામે છે;