________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૫૯ ] તેની ખબર પડતી નથી, પરંતુ બીનકેળવણુએ જે નુકશાન થવું જોઈએ એ તે પક્ષ કે પ્રત્યક્ષ રીતે થાય છે જઘણું માણસે તો સ્ત્રીઓને ભણાવવી એ અકર્તવ્ય સમજે છે, છેકરીઓને ભણવા મોકલનાર ઉપર ચીડાય છે, ભણેલી સ્ત્રીને દેખી તેની ઉપર કંટાળો આણે છે અને તેવી કાંઈ અવગુણ જણાયે હોય તે તે સંબંધી રજનું ગજ કરી મૂકે છે. કેટલાકને તે ભણેલી સ્ત્રી વંધ્યા રહે છે, દુર્ગણું થાય છે, વહેલી મરી જાય છે, વહેલી રાંડે છે એવા એવા વહેમ હોય છે. તો આપણે પ્રથમ એ તપાસીએ કે સ્ત્રીઓને ભણાવવી એ કર્તવ્ય છે કે અકર્તવ્ય છે ? શાસ્ત્રકાર એમાં સંમત છે કે અસંમત છે? અને પૂર્વે એ રીતિ હતી કે નહિ?
હવે આપણે પ્રથમ એ તપાસીએ કે સ્ત્રીઓને ભણુંવવી એ કર્તવ્ય છે કે અકર્તવ્ય છે? સ્ત્રી એ એક ઘરનો અનુપમ શુંગાર છે અને તેનાથી આખું ઘર તથા તેમાં રહેનાર સર્વ મનુષ્ય શોભી નીકળે છે, તે જ્યારે એના અસ્તિત્વપણાથી જ ઘરને એટલી શેભા મળે છે, તો પછી તેનામાં વિદ્યારૂપી અમૂલ્ય રત્નને ભંડાર ભરેલ હોય તો તેની શોભામાં શું ખામી રહે? સોનું અને વળી સુગંધ હોય તો તેની કિંમત કેટલી બધી ઉમદા થાય? લક્ષ્મીવાન અને વિદ્વાન હોય તો તેની કેટલી કિંમત? ગુણસંપન્ન અને વિદ્વાન હોય તે તેનું કેટલું મૂલ્ય થાય ? વિગેરે અનેક વ્યવહારિક દૃષ્ટાંતોથી સિદ્ધ થાય છે કે સ્ત્રીને કેળવણી આપવાની ખાસ અને ખરેખરી જરૂરીઆત છે. વળી એક વિદ્વાન માણસ લખે છે કે “ગૃહસત્તાને મુખ્ય આધાર સ્ત્રીકેળવણું ઉપર જ છે.” તે કેવી રીતે? ત્યાં તે સમજાવે છે કે એક વખત તે એક