________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૭ ] સુધારવા પ્રમાદવશ પ્રયત્ન કરતા નથી. જે આપણી દુઃખદાયક ભૂલનું ખરું ભાન થયું જ હોય તો તે તત્કાળ સુધારી લેવા મથવું જોઈએ. તેમાં ઉપેક્ષા કે બેદરકારી કરવાથી જ ખરેખર આપણુ અનેક દુઃખને અંત જલદી આવતો નથી અને ઊલટો તેમાં દિનપ્રતિદિન વધારે જ થતો જાય છે. એ બૂરી ટેવ જરૂર સુધારવી જોઈએ.
પ્રથમ તો અજ્ઞાનવશ માતપિતાદિક વડીલે કેવળ કાચીકમળ વયનાં બાળકોનાં લગ્ન કરી નાંખી તેમની ભારે પાયમાલીનું કારણ ઊભું કરે છે. બાળક–પુત્રને ૨૫ વર્ષ પહેલાં ને પુત્રીને ૧૬ વર્ષ પહેલાં લગ્નમાં જોડવા એ ભારે જોખમવાળું છે, કેમકે તે પહેલાં તેમનો શરીરને બાંધે કાચઅપૂર્ણ હોય છે. તે વખતે વીર્યનું સંરક્ષણ કરવાની પૂરતી જરૂર હોય છે, તેને બદલે તેને જ સ્વેચ્છાથી વિનાશ કરી નાખવામાં આવે છે, તેથી તે બાળજોડલાંની અનેક રીતે ભારે ખુવારી થાય છે. તે પોતે જ વીર્ય—સત્ત્વહીન થઈ નિર્બળ બની જાય છે. એટલે તેઓનું શરીર–આરોગ્ય બગડી જાય છે અને અનેક જાતનાં ક્ષયાદિક રંગને વશ થાય છે. તેમ છતાં તેવી કાચી કેમળ વયે વિષયભેગને છંદ નહીં તજી શકવાથી દિનપ્રતિદિન તેમની નિર્બળતા વધતી ચાલે છે અને થોડા જ દિવસ, માસ કે વર્ષોમાં અકાળે તેમનાં આયુષ્યને અંત આવી જાય છે. આવી કાચી વયે તેમને જે પ્રજા થવા પામે છે તે પણ પ્રાયે બધી નમાલી–નિસ્તેજ જ થાય છે. જે બળસત્વ ગુણ માતપિતામાં જ આવેલ ન હોય તે તેમનાથી થતી પ્રજામાં કયાંથી આવે ? આથી કાચી–અપકવ વયે બાળકોનાં લગ્ન કરી નાંખવાની રીતિ એકદમ સુધારી લેવી જોઈએ. ચેગ્ય