________________
[ ૫૪ ] .
શ્રી કરવિજયજી સક્રિય ભાગ લેવા ઈન્તજાર હોય છે, તેથી તમને સહુને સ્વરાજ્યને ખરો અર્થ પ્રતીત થવા સાથે તેની પ્રાપ્તિ માટેને ખરે ઉપાય લભ્ય થાય એ ખરેખર સુજ્ઞ જનેને ઈચ્છવા ગ્ય છે. સ્વ–આત્મા તેનું રાજ્ય-સંપદા તે જ ખરું સ્વરાજ્ય. સત્ય જ્ઞાનાદિક આત્માની વિભૂતિ પ્રગટે તે જ સ્વરાજ્ય. તેવું સ્વરાજ્ય પ્રગટ કરવા જે જે ખરાં સાધન જોઈએ તે સ્વાધીન કરી લેવાં તે પણ ઉપચારથી સ્વરાજ્ય લેખાય. જ્યાં સુધી આપણે પરતંત્રપરવશ–પરાધીન-ગુલામ જેવી દીન-લાચાર સ્થિતિમાં હોઈએ ત્યાંસુધી ખરાં સાધને આપણે મેળવી ન શકીએ અને તેવાં સતસાધને હસ્તગત કરી તેને યથાર્થ ઉપગ કર્યા વગર આપણે સાચું સ્વરાજ્ય કયાંથી પામીએ? સાચા સ્વરાજ્યથી તે આપણા આત્મામાં રહેલા અનંત જ્ઞાનાદિક ગુપ્ત ગુણસમૃદ્ધિનું આપણને યથાર્થ ભાન થતાં તેમાં દૃઢ પ્રતીતિ થવા સાથે તે પ્રાપ્ત કરી લેવા પૂર્ણ ઉત્સાહ પ્રગટે. કાયરતા યા પ્રમાદ માત્રને તજી આપણે સ્વસંપત્તિ પ્રાપ્ત કરવા સાચે પુરુષાર્થ અચૂક આદરીએ અને તેના પરિણામે આપણું સહજ સ્વાભાવિક અનંત જ્ઞાન વયદિક સંપદા અવશ્ય પ્રાપ્ત કરી લઈએ.
બાહા અને અંતરંગ એમ બે પ્રકારનાં એ સ્વરાજ્ય પ્રાપ્તિનાં સાધન લેખી શકાય. આર્ય ક્ષેત્ર, ઉતમ કુળ-જાતિ, પાંચે ઈન્દ્રિયો પરવડી અને શરીર નીરગી એ ઉપરાંત સુગુરુને યોગ - એ બધાં બાહ્ય સાધન લેખાય; જ્યારે સુસભ્યતા-વિનય વિવેકાદિક આદરી સદ્દગુરુને સમાગમ કરી તેમની પ્રસન્નતા મેળવે, તેમની સમીપે તત્વવચનનું ભારે આદર બહુમાન સાથે શ્રવણ કરે, તેનું મનન પરિશીલન સેવી આપણા આત્મામાં તેનું યથાર્થ પરિણમન કરે, કે જેથી યથાર્થ તત્વચિ સાથે યથાર્થ