________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૫૩ ] ૬. ધર્મવંત, દયાવંત અને મેક્ષની ચિન્તા કરનાર શુભ નામકર્મ બાંધે છે તથા મિથ્યાત્વ, અધર્મપ્રવર્તન, દવાગ્નિ દાન, જિનગૃહપાત, કર્કશ ભાષણ, બહુ પાપકરણ, આરંભકરણ અને પરચિન્તાકરણવડે જીવ અશુભ નામકર્મનો બંધ કરે છે.
૭. પરગુણછાદન, અવગુણગ્રહણ અને પિશુનતા (ચાડી) કરવાથી જીવ નીચ નેત્ર બાંધે છે.
દર્શન( સમકિત )વિશુદ્ધિ, વિનયસંપન્નતા, શીલવ્રતદઢતા, જાગત જ્ઞાનેપગ, સંવેગ (તીવ્ર વૈરાગ્ય), યથાશક્તિ દાન, તપ, સાધુસમાધિ, વૈયાવચ્ચકરણ, અહંદુભક્તિ, આચાર્ય, ભક્તિ, બહુશ્રુતભક્તિ, પ્રવચનભક્તિ, આવશ્યક કરણ, સંઘભક્તિ અને શાસનપ્રેમ તથા પ્રભાવના કરવાથી ઉચ્ચ ગેત્ર બંધાય છે.
૮. દાન, લાભ, ભેગ, ઉપગ અને શુભ ઉત્સાહનો ભંગ કરવાથી અંતરાયકર્મ બંધાય છે, એમ સમજી સુજ્ઞોએ ચેતવું.
[ જે. ધ. પ્ર. પુ. ૩૫, પૃ. ૪૦. ]. સદુઉદ્યમવડે જ ખરું સ્વરાજ્ય મેળવી શકાય. આ પાત્રતા-ગ્યતા મેળવ્યાથી જ તેની પ્રાપ્તિ થઈ શકે.
સ્વરાજ્ય મેળવવા અત્યારે ભારે ચળવળ ચાલી રહી છે. તેમાં અનેક ભાઈબહેનો હોંશથી ભાગ લે છે અને કઈક તેમાં
* જ્યારે મહાત્મા ગાંધીજીની આગેવાની નીચે સ્વરાજ્યની લડત શરૂ થઈ હતી ત્યારે સ૮ સ કર વિ. મહારાજે સ્વરાજને મેળવવા માટે આત્મિક અને વ્યાવહારિક કર્તવ્યપરાયણતા બતાવી દરેકમાં સદુઉદ્યમી થવા જણાવેલ, તે વર્તમાન સમયને અનુકૂળ હેવાથી અહીં તેમનો તે લેખ દાખલ કરવામાં આવ્યો છે. સંગ્રાહક,