________________
[ ૫૦ ]
શ્રી કપૂરવિજયજી કેની વ્યાખ્યા દાખલ કરવામાં આવી છે તે મનન કરી જવા ભલામણ કરવામાં આવે છે. તે ઉપરાંત સુમતિચારિત્ર રાજાના સંવાદ સાથે છેડશકાદિક ગ્રંથોમાંથી ઉદ્ધરી ઉક્ત વિષય સંબંધી જે કાંઈ સંક્ષિપ્ત પણ ઉપયોગી સંગ્રહ કરવામાં આવેલ છે તે પણ લક્ષપૂર્વક વાંચી-વિચારી લક્ષમાં લેવા ભલામણ છે. જિનચૈત્ય કરાવવાને અધિકારી કેણ હોઈ શકે? તેનામાં કેટલી ગ્યતા હોવી જોઈએ? તે કેવો આજ્ઞાસિક તથા સેવારસિક હો જોઈએ? જીવજયણું માટે તેને કેટલું બધું લક્ષ હોવું જોઈએ? તે કેવો ઉદાર અને પરોપકારશીલ હો જોઈએ? તે બધું સમજવા યોગ્ય છે. પ્રથમના વખતમાં બહુધા શાસ્ત્રોક્ત વિધિ મુજબ આધકારી જને જ ચિત્યાદિકનું નિર્માણ કરતા અને તેની રક્ષાસંભાળ પણ રાખતા; અત્યારે બહુધા ગતાનુગતિકતાનું જોર વધતું જાય છે અને શાસ્ત્રોક્ત વિધિ તરફ આદર ઓછો થતો જણાય છે. આગલા વખતમાં ઉદાર રાજાએ તીર્થ રક્ષાદિક માટે કેટલાક ગામો બક્ષીસ આપી દેતા હતા, અત્યારે તીર્થની રક્ષા કરવા નિમાંચેલા રાજાદિક તથા વ્યવસ્થાપક સુદ્ધા દેવદ્રવ્યાદિકનું રક્ષણ કરવાને બદલે બહુધા તેનું ભક્ષણ કે ઉપેક્ષા કરતા જણાય છે. વ્યવસ્થાપકે કેવળ નામના જ થઈ ગયેલા દેખાય છે. વ્યવસ્થા સાચવવા બહુ જ થોડું લક્ષ આપતા રહે છે, તેમ છતાં સત્તા માટે તે મરી પડે છે. વ્યવસ્થાપકને માથે જે ભારે જવાબદારી રહેલી છે તેનું તેમને ઠીક ભાન થવા પામે અને કેવળ સત્તાને જ લોભ રાખી નહીં વિરમતાં પોતાનું કર્તવ્ય યથાર્થ સમજી સ્વકર્તવ્યપરાયણ રહી અન્ય મંદ પરિણમી વ્યવસ્થાપકે રૂડા દાખલારૂપ બને એમ આપણે ઈચ્છીશું. દેવદ્રવ્યા