________________
[ ૪૮ ]
શ્રી કરવિજયજી
એ અરિહંતાદિકમાં જેવા ઉત્તમ ગુણે છે તેવા જ ઉત્તમ ગુણે પ્રાપ્ત કરવા ઉજમાળ થાય છે, જે ગુણે અરિહંતાદિકને વિષે વ્યક્ત (પ્રગટ) થયેલા છે, તે જ (તેવા જ ) ગુણે આપણા પ્રત્યેક આત્મામાં શક્તિ(સત્તા )રૂપે તો રહેલા જ છે; પરંતુ કર્મના આવરણથી ઢંકાઈ ગયેલા હોવાથી પ્રગટ દેખી શકાતા નથી, પરંતુ જે પ્રગટ ગુણ અરિહંત પરમાત્માદિકનું દઢ અવલંબન લહી કર્મનાં સઘળાં આવરણ દૂર કરી દેવામાં આવે તે પછી સ્વસત્તામાં રહેલ સમસ્ત ગુણે જેવા ને તેવા ઝળહળતા પ્રગટ થાય. સૂર્યાદિક ઉપર આવી લાગેલાં વાદળાં દૂર થતાં જ તેની સ્વાભાવિક પ્રભા શું પ્રગટ થયા વગર રહે છે? એથી જ અવ્યક્ત ગુણી એવા આપણે વ્યક્ત ગુણી અરિહંતાદિક પરમેષ્ઠીનું દૃઢ આલંબન લેવું તે જ ઉચિત છે. જે જે કાર્ય ઉચિત વિવેક સહિત વિધિપૂર્વક કરવામાં આવે છે તે તે અ૫ શ્રમે અભુત લાભ મેળવી આપે છે. એટલા માટે પવિત્ર ધર્મકરણું સેવન કરનારે, યાચિત મર્યાદા પાલનરૂપ વિધિ સાચવવા અને સ્વેચ્છાએ યદ્વાલદ્ધા કરવારૂપ અવિધિ દેષ ટાળવા ખાસ કાળજી રાખવી જોઈએ. કહ્યું છે કે
દધ્ધ શૂન્યને અવિધિ દોષ, અતિપ્રવૃત્તિ જેહ,
ચાર દોષ ઈડી ભજો, ભક્તિ ભાવ ગુણગેહ.” આમ છતાં આશ્ચર્યની વાત છે કે આપણે યથાવિધિ ધર્મકરણ કરવાને બરાબર ખપ કરતા નથી. અને ફળ મેળવવા આતુરતા ધરીએ છીએ. ખરી વાત તો એ છે કે આપણે ફળને માટે તાલાવેલી કર્યા વગર જ કેવળ આત્મલક્ષી ઉપગથી દરેક ધર્મકરણ કરીએ તો તેનું અચૂક ઉમદા ફળ મળે જ મળે.