________________
[ ૪૬ ]
શ્રી કપૂરવિજયજી નવપદરૂપ સિદ્ધચક્રનું માહાઓ અને તે સાથે
આત્માને સંબંધ.
યોગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણે રે તેહ તણે અવલંબને, આતમ ધ્યાન પ્રમાણે રે.
મહાવીર જિનેશ્વર ઉપદિશે.
નવપદપ્રકરણકાર કહે છે કે-“ભ ભે મહાનુભાવો ! દશ દષ્ટાંતે દુર્લભ મનુષ્યજન્મ પામીને અને તે સાથે વળી આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ વિગેરે પ્રધાન સામગ્રી પુન્યયોગે પામીને મહાઅનર્થકારી પાંચ પ્રકારનું પ્રમાદ (મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા) જલદી તજી દઈ, ઉત્તમ ધર્મકરણ કરવા તમારે પુરુષાર્થ ફેરવો જોઈએ. તે ધર્મ સર્વ જિનેશ્વરોએ દાન, શીલ, તપ અને ભાવ ભેદે કરી ચાર પ્રકારને ઉપદિશ્યો છે.” તેમાં પણ ભાવની પ્રધાનતા વખાણું છે. ભાવ સહિત જ કરવામાં આવતી ધર્મકરણી દાન, શીલ, તપ પ્રમુખ સફળ થાય છે, ભાવ વગરની સકળ કરણ અલેખે જાય છે. “ભાવ પણ મનસંબંધ છે અને આલંબન વગર મન અતિ દુર્જય છે તેથી મનને નિયમમાં રાખવા માટે આલંબન (આલંબનવાળું ) ધ્યાન કહેલું છે.”
૧ અરિહંત, રસિદ્ધ, ૩ આચાર્ય, ૪ ઉપાધ્યાય, ૫ સાધુ, ૬ દર્શન, ૭ જ્ઞાન, ૮ ચારિત્ર, અને ૯ તપ, એ નવપદ વખાણેલાં છે. ”