________________
લેખ સંગ્રહ : ૩ :
[૪૫] સામાયિક, છેદપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ પાંચ પ્રકારવાળા અને મૂળ તથા ઉત્તર અનેક ગુણવડે પવિત્ર એવા સચ્ચારિત્રને તમે સદા ય નિરતિચારપણે પાળો. ૮ बझ्झं तहाभिंतरभेयमेयं, कयाइ दुब्भेयकुकम्मभेयं ।। दुक्खक्खयथ्थं कयपावनासं, तवं तवेहागमियं निरासं ॥९॥
છ પ્રકારે બાહ્ય અને છ પ્રકારે અત્યંતર એમ જેના બાર ભેદ થાય છે, જેનાવડે દુર્ભેદ્ય કુકર્મોનો ભેદ (વિનાશ) થઈ શકે છે, એવા પાપવિનાશક તપને હે ભવ્યજનો ! તમે જન્મમરણાદિક દુઃખને ક્ષય કરવા માટે આગમ રીતે નિરાશીભાવે (નિષ્કામવૃત્તિથી) સેવ કે જેથી તમે જલદી ભવભ્રમણ નિવારીને અક્ષય-અવ્યાબાધ-શિવસુખને પામી શકે. ૯ एयाइं जे केवि नवपयाई, आराहयंतिठ्ठफलप्पयाई ॥ लहंति ते सुख्कपरंपराणं, सिरिसिरीपालनरेसरुव्व ॥१०॥ इति.
સર્વ–મોક્ષ પ્રમુખ ઈષ્ટ ફળને પ્રકર્ષે કરીને દેવાવાળા ઉપર કહેલાં ઉત્તમ નવપદેને જે ભવ્યાત્માઓ આરાધે છે તેઓશ્રી શ્રીપાળનરેશ્વરની પેઠે સુખની પરંપરા–અવિચ્છિન્ન સુખસંપદાને સહજે પામે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૨૨૯.]