________________
[ ૪૪ ]
શ્રી કપૂરવિજયજી
( દિયક, ઉપશમક, ક્ષાાપશમિક, ક્ષાયિક અને પારિણામિક ) તેમજ એ પ્રમાણુ ( પ્રત્યક્ષ અને પરાક્ષ ) વિગેરે સર્વજ્ઞભાષિત વચનમાં સુશ્રદ્ધાન ( દૃઢ પ્રતીતિ) લક્ષણવાળા સમ્યક્ત્વને સર્વ ગુણેામાં પ્રધાન એટલા માટે ગણવામાં આવેલ છે કે જેમ વિશુદ્ધ રસાયણુડે ગમે તેવી કષ્ટસાધ્ય વ્યાધિએ પણ દૂર થાય છે તેમ આ (સમ્યક્ત્વ ) ગુણવડે અન્ય ગુણ પ્રતિષધક કદાગ્રહ પ્રમુખ અનેક પ્રકારના આંતર વ્યાધિએ ઉપશમી જાય છે, એમ સમજીને હું ભવ્યાત્માએ ! સમ્યક્ત્વનું તમે યથાવિવિધ આરાધન કરેા, જેથી તમારી સઘળી કરણી મેાક્ષદાયી નીવડે. ૬
नाणं पहाणं नयचक्कसिद्धं तत्ताववोहिक्कमयं पसिद्धं ॥ धरेह चित्तावसहे फुरंतं, माणिक्कदीबुब्ध तमोहरतं ॥ ७ ॥
વિધવિધ ( અનેક પ્રકારના ) અપેક્ષાવાળા અભિપ્રાયેવર્ડ વસ્તુમાં રહેલા અનંતા ધર્મોનું સ્ફોટન કરનારા નયસમૂહયેાગે નિષ્પન્ન થયેલા, કેવળ વસ્તુસ્વરૂપનું જ પ્રતિપાદન કરનારા, અત્યારે પણ આગમરૂપે પ્રગટ દેખાતા, સ્વપરપ્રકાશક હાવાથી બીજા ચાર જ્ઞાન કરતાં ચઢિયાતા, રત્નદીપકની પેઠે અતસ્તમ( ઊંડા અજ્ઞાન અંધકાર )ને હરણ કરનારા એવા જાજ્વલ્યમાન જ્ઞાનદીપકને હું ભવ્યજના ! તમારા મનમંદિરમાં સ્થાપા ! ૭
सुसंवरं मोहनिरोहसारं, पंचप्पयारं विगयाइयारं || मूलोत्तराणेगगुणं पवित्तं, पालेह निश्चंपि हु सच्चरित्तं ॥ ८ ॥
જગમાત્રને અંધ કરી નાંખે એવા સમર્થ માનેા નિરોધ કરવાવડે પ્રધાન, સમિતિ-ગુપ્તિ પ્રમુખ સુસવર સ્વરૂપ,