________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૪૩ ] પ્રસન્ન કરે છે તેવા સુપ્રસન્ન કૃપાળુ વરવાચક ઉપાધ્યાયજી મહારાજને હે ભવ્યજનો ! તમે સદા ય દિલમાં ધ્યા! ૪ खंते य दंते य सुगुत्तिगुत्ते, मुत्तं पसंते गुणजोगजुत्ते ॥ गयप्पमाए हयमोहमाए, झाएह निच्चं मुणिरायपाए ॥५॥
શાંત (ક્ષમાશીળ-ક્ષમાળુ), દાન્ત (દમનશીલ-ઇંદ્રજિત), સુગુતિ (મન, વચન અને કાયાને સુનિહિત કરી રાખનાર), મુક્ત (નિલેપ-નિઃસ્પૃહી ), પ્રશાન્ત ( જેમણે કષાયમાત્રને સારી રીતે શેષવી દીધા છે એવા વૈરાગ્યરસમાં ઝીલનાર), મૂળ-ઉત્તર સાધુ યેગ્યે ગુણને ધારણ કરનાર (પાંચ મહાવ્રતાદિક સાધુ યેગ્ય ૨૭ ગુણ અલંકૃત ), વિકથાદિક પ્રમાદવર્જિત અને મેહમાયાથી મૂકાયેલા ( હું અને મારું જેમને નથી, અથવા અહંતા અને મમતાને જેમણે મારી કાઢી છે ) એવા મુનિરાજનાં ચરણકમળને તમે સદા ય ધ્યા! પ जं दवछक्काइसुहहाणं, तं दंसणं सत्वगुणप्पहाणं ॥ कुग्गाहवाहीउ वयंति जेण, जहा विसुद्धण रसायणेण ॥ ६ ॥
સર્વજ્ઞકથિત ષડુ (છ) દ્રવ્ય (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ), જીવાજીવાદિક નવ તત્વ (જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ), સમ નય (નગમ, સંગ્રહ, વ્યવહાર, જૂસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત), સપ્તભંગી (સ્થાત્ અસ્તિ, સ્યાત્ નાસ્તિ, સ્વાતુ અસ્તિનાસ્તિ,
સ્યા, અવક્તવ્ય, સ્યાત અતિ અવક્તવ્ય, સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય અને સ્થાત્ અસ્તિનાસ્તિ યુગપત્ અવક્તવ્ય), ચાર નિક્ષેપા (નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ), પાંચ ભાવ