________________
[ ૪૨ ]
શ્રી કર્ખરવિજયજી (પવન)ની પેઠે ઝાટકી કાઢે છે, તે જિન-અરિહંત ભગવાનને હે ભવ્યજને ! તમે સદા ય દિલમાં ધા! ૧ दुटकम्मावरणप्पमुक्के, अणंतनाणाइसिरिचउक्के ॥ समग्गलोगग्गपयप्पसिद्धे, झाएइ निच्चपि मणमि सिद्धे ॥२॥
વિવિધ પ્રકારે જીવોને વિડંબના કરનારા જ્ઞાનાવરણીય પ્રમુખ દુષ્ટ અષ્ટ કર્મનાં આવરણોથી જેઓ મુક્ત થયેલા છે, તેથી અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને અનંત શક્તિ પ્રમુખ આત્મલક્ષમી જેમને પ્રગટ થયેલી છે, તેમ જ જેઓ સમગ્ર લોકના અગ્રપદને પામેલા છે, એટલે નિરુપાધિક સિદ્ધિગતિ અથવા મોક્ષ નામના પ્રસિદ્ધ સ્થાનને પ્રાપ્ત થયેલા છે તે સિદ્ધ ભગવાનને હે ભવ્યજન! તમે તમારા દિલમાં સદા ય યાવો! ૨ न तं सुहं देह पिया न माया, जं दिति जीवाणिह सूरिपाया ॥ तम्हा हु ते चेव सया महेह, जं मुख्खसुख्खाई लहुं लहेह ॥३॥
અખંડ છત્રીશ ગુણગણથી અલંકૃત, ભાવ–આચાર્યની ચરણસેવા જીને જે સત્ય સ્વાભાવિક સુખ સમપે છે તેવું સુખ માતાપિતાદિક સ્વજન સંબંધીઓ આપી શકતા નથી; તેટલા માટે હે ભવ્યજન! તમે તેવા ભાવાચાર્યનાં ચરણકમળ સદા ય સે–પૂજે કે જેથી માક્ષસુખાદિક વેગે વરી શકે! ૩ सुत्तत्थसंवेगमयस्सुएणं, संनीरखीरामयविस्सुएणं ॥ पीणंति जे ते उवज्झायराए, झाएह निश्चंपि कयप्पसाए ॥४॥
સુસ્વાદિષ્ટ જળ, ક્ષીર અને અમૃત સમાન અનુક્રમે હિતકારી શ્રત, અર્થ અને સ્વાનુભવજ્ઞાનવડે સ્વશિષ્પવર્ગને જેઓ