________________
[ ૪૦ ]
શ્રી કપૂરવિજયજી जिणुत्ततत्ते रुइलख्खणस्स, नमो नमो निम्मलदसणस्स ॥ मिच्छत्तनासाइसमुग्गमस्स, मुलस्स सद्धम्ममहादुमरस ॥६॥
સર્વજ્ઞ–વીતરાગકથિત જીવાજીવાદિક નવતત્વમાં ચિ-શ્રદ્ધાન, એ જેનું લક્ષણ છે, મિથ્યાત્વ કષાય પ્રમુખને ટાળવાથી જેને આવિર્ભાવ (દેખાવ) થઈ શકે છે અને જે જ્ઞાન–ચારિત્રધર્મરૂપ મહાવૃક્ષનું મૂળ છે તે નિર્મળ સમ્યકત્વને અમારો વારંવાર નમસ્કાર હો ! ૬ अन्नाणसंमोहतमोहरस्स, नमो नमो नाणदिवायरस्स ॥ पंचप्पयारस्सुवगारगस्स, सत्ताण सवथ्थपयासगस्स ॥ ७॥
જે અજ્ઞાન અને મહામેહરૂપી અંધકારને દૂર કરી નાંખે છે, વળી મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ જેના પ્રકાર છે, જે અનેક રીતે જીવોને ઉપકાર કરે છે અને જે ભવ્ય જીને સર્વ પદાર્થ સંબંધી બધ સમપે છે તે જ્ઞાનદિવાકરને અમારે વારંવાર નમસ્કાર હે! ૭.
आराहिआखंडियसकियस्स, नमो नमो संजमवीरिअस्स ॥ सम्भावणासंगविवडियस्स, निव्वाणदाणाइसमुजयस्स ॥ ८॥
જે અખંડિત શક્તિ( પ્રમાદ રહિત સતત પુરુષાર્થ )વડે પ્રાપ્ત થઈ શકે છે, સદભાવના ચેગે જેની વૃદ્ધિ થઈ શકે છે અને જે શાશ્વતસુખાદિ આપવા સમર્થ છે, તે સંયમવીર્યને અમારો વારંવાર નમસ્કાર હો ! ૮ कम्मदुमुम्मूलणकुंजरस्स, नमो नमो तिवतवोभरस्स ॥ अणेगलद्धीण निबंधणस्स, दुस्सज्ज्ञअथ्थाण य साहणस्स ॥९॥
જેના પ્રભાવે મૈતમસ્વામીની જેવી અનેક ઉત્તમ લબ્ધિઓ