________________
લેખ સંગ્રહ : ૩ :
सुरीण दूरीककुग्गहाणं, नमो नमो सुरसमप्पभाणं ॥ सद्देसणादाण समायराणं, अखंडछत्तीसगुणायराणं
[ ૩૯ ]
॥ ૩ ॥
જેમણે કુમતિ–કદાગ્રહને દૂર કરેલા છે, જેઓ સૂર્યના જેવા પ્રભાશાળી છે, ભવ્યાત્માઓને એકાન્ત હિતકારક દેશના દેવાને જે સાવધાનપણે પ્રવર્તે છે, તેમ જ જે પંચેન્દ્રિયનિગ્રહ, નવ બ્રહ્મગુપ્તિ, કષાયચતુષ્કજય, પંચમહાવ્રતપાલન, પંચાચારસેવન તથા પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અખંડ છત્રીશ ગુણના નિધાન છે, એવા ભાવાચાર્ય ભગવાનેાને અમારા વારંવાર નમસ્કાર હા ! ૩
सुत्तत्थविथ्थारणतप्राणं, नमो नमो वायगकुंजराणं || જળસ્ત્ર સંધાળસાયરાળ, સવળાઝિયમન્છાળ || ૪ ||
શિષ્યસંપ્રદાયને સૂત્રા શીખવવામાં જેએ સાવધાન રહે છે, સાધુસમુદાયની સંભાળ ( નિર્વાહ કરવામાં જેએ સાગર જેવી ગંભીરતા રાખે છે અને ઇર્ષ્યા-અદેખાઇને તા જેમણે સથા તજી દીધી હાય છે એવા શ્રેષ્ઠ વાચક યા ઉપાધ્યાય ભગવાનને અમારે વારંવાર નમસ્કાર હા! ૪
साहूण संसाहि असंजमाणं, नमो नमो सुद्धदयादमाणं ॥ तिगुत्तिगुत्ताण समाहियाणं, मुर्णिदमाणंदपयट्ठियाणं ॥ ५ ॥
સંયમરાગમાં સમ્યગ્ પ્રકારે પ્રવૃત્ત થયેલા, મુખ્યવૃત્તિથી મન, વચન અને કાયાને સારી રીતે કાબૂમાં રાખી રહેલા, સમતા– સમાધિમાં સ્થિત થયેલા, મુનીંદ્ર ચેાગ્ય સહજાન૬માં મસ્ત રહેનારા અને શુદ્ધ–નિષિ દયા અને ક્રમનુ સેવન કરનારા વિશ્વવી સમસ્ત સાધુસમુદાયને અમારા વારંવાર નમસ્કાર હા ! ૫