________________
[૩૮]
શ્રી કરવિજયજી સઠેકાણે-સારે માગે વાપરી તેના ઉપરનો મેહ ઉતારે એ ભાગ્યને લક્ષ્મી પામ્યાનું ફળ છે, તેમ જ સામા જીવોને પ્રીતિ ઉપજે, તેમનું ભલું થાય એવી સત્ય, પ્રિય ને પથ્ય વાણું વરવી તે વાચા પામ્યાનું ફળ માનવું” ઈતિશમ્
[ રૈ. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૨૪૮ ]
નવપદ નમસ્કાર કાય
સરળ વ્યાખ્યા સહિત. उप्पन्नसन्नाणमहोमयाणं, सपाडिहेरासणसुठ्ठियाणं ॥ सद्देसणाणं दिअसजणाणं, नमो नमो होउ सया जिणाणं ॥१॥
જેમનામાં ઉત્પન્ન થયેલા ઉત્તમ કેવળજ્ઞાનની જ્યોતિ ઝળહળી રહી છે, અશોકવૃક્ષાદિક પ્રાતિહાર્યયુક્ત સિંહાસન ઉપર જેઓ વિરાજમાન થઈ રહ્યા છે, અને અમૃત સમાન ઉત્તમ દેશના વડે જેમણે સજજનેને આનંદિત કર્યા છે તે જિનેશ્વર દેને સદા ય અમારે વારંવાર નમસ્કાર હે ! ૧ सिद्धाणमाणंदरमालयाणं, नमो नमोणंतचउक्याणं ॥ सम्मग्गकम्मख्खयकारगाणं, जम्मजरादुख्खनिवारगाणं ॥२॥
સહજાનંદવાળા સિદ્ધિસ્થાનમાં જેમણે સ્થિતિ કરેલી છે, જેઓ અનંત ( જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યરૂપ) ચતુછયે કરી સંયુક્ત થયેલા છે, જેમણે જ્ઞાનાવરણીય પ્રમુખ સમગ્ર કર્મનો ક્ષય કરેલ છે અને જન્મ, જરા, મરણના સમસ્ત દુઃખ નિવાર્યા છે તે સિદ્ધ ભગવાનને અમારો વારંવાર નમસ્કાર હો ! ૨