________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૩૫ ] ૪. મરજી વિરુદ્ધ જેવાથી કે સાંભળવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે.
૪૧ દરેકની ઈચ્છા જુદી જુદી હોય છે. બીજાની ઈચ્છા ઉપર આપણે દ્વેષ યા અનાદર કરીએ તો આપણી ઈચ્છાને માટે પણ તેમજ બનવા પામે.
૪૨ જે કુળમાં અને જે ધર્મમાં આપણે ઉત્પન્ન થયા હોઈએ તેની નામનિશાની પોતાના કુળમાંથી સર્વથા નાશ થવા દેવી નહીં; નહીં તે ગોટાળે વળે.
૪૩ આપણા બાળકને આપણું અનુભવની કેળવણી જરૂર આપી જવી. તે જેટલી ઉપયોગી છે તેટલી બીજી કેળવણી ઉપયોગી નથી.
૪૪ માણસની જિંદગીનો અમુક ભાગ પરલોકનાં સાધન માટે અવશ્ય રાખવો જોઈએ. (નહીં તો મૂળગી મૂડી ગુમાવી દેવાને પ્રસંગ આવે.)
૪૫ ઉત્તમ જ્ઞાનીનાં વચન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ.
૪૬ આપણું રીતિ-નીતિ અજ્ઞાનીઓની રીતિ-નીતિથી ભલે જુદી પડતી જણાય, પણ જ્ઞાનીઓની રીતિ-નીતિ સાથે મળતી થાય તેમ ધ્યાન રાખવું.
૪૭ આપણા વિચારોમાં કેટલે ફેર પડ્યો? વિચારશુદ્ધિમાં વધારે થયે કે ઘટાડો થયો ? તેની વર્ષ આખરીએ તપાસ કરવી જોઈએ. એ રીતે આત્મનિરીક્ષણ કરવું ઘટે.