________________
[ ૩૪ ]
શ્રી કરવિજયજી ૨૯ ખુલ્લાં દાન કરતાં ગુપ્ત દાન દેવું વધારે ઉત્તમ છે.
૩. ધર્મકાર્યોના કારણે મેળવી રાજી ન થવું, પણ તેવા કારણેથી કાર્ય થતું જોઈને રાજી થવું.
૩૧ ધર્મ કરવાને વિલંબ કે વાયદા ન કરવા, તેને વધારે અગત્ય આપવી.
૩ર જેટલું પ્રમાણિકપણું આપણે રાજ્યદંડ કે દુનિયાની બીકે સાચવીએ છીએ તેના કરતાં પાપની બીકે વધારે સાચવવાનું મન થાય તેવી ટેવ પાડવી જોઈએ.
૩૩ આપણે મરવું છે એ ચોક્કસ અને મરીને કયાંય પણ જવાનું તો છે જ, તો કયાં જશું તેને વિચાર પ્રથમ કરવો જોઈએ. - ૩૪ અન્યના દૂષણે જેવા કરતાં પહેલાં આપણા દુષણો જેવા જોઈએ.
૩૫ અનીતિનું કામ કરવાથી ગમે તેટલે ફાયદો થયો હોય તે પણ તે દેખીને રાજી ન થવું.
૩૬ ધર્મના અનેક કાર્યો છે છતાં જેમાં આપણું ચિત્ત વધારે ચેટતું હોય તે કાર્ય વિશેષ કરવું.
૩૭ જે હેતુથી જે ધર્મનું કાર્ય કરવા ફરમાવેલું છે તે હેતુ સચવાતું ન હોય તે તે કામ કરવું નિરર્થક ઠરે છે. - ૩૮ ટૂંકી–સંકુચિત દ્રષ્ટિ રાખવાથી ઈર્ષાળુ થવાય છે.
૩૯ જે પિતાનામાં ન હોય તે પિતાનામાં માની લેવાથી અહંકાર પેદા થાય છે.