________________
Aઇ છે.
લેખ સંગ્રહ : ૩ :
[૩૩] ૨. આપણું શક્તિ કે પુન્ય ઉપરાંત જે ઈચ્છા થાય તે આપણા મનની નબળાઈ સમજવી. કેઈનું જોઈ તેવું થવાનું મન થાય તે પણ આપણા મનની નબળાઈ છે.
૨૧ અમુક કાર્ય અથવા અમુક પ્રવૃત્તિ ઉત્તમ છે, એમ જે સમજાય તો તેમાં બીજાને વાદ ન કરતાં આપણે તે કરી લેવું જોઈએ.
૨૨ શૃંગાર કરતાં વૈરાગ્યને વધારે સ્વીકારે.
૨૩ શૃંગાર ઉપાધિ વધારનાર છે. વૈરાગ્ય ઉપાધિને દૂર કરનાર છે.
૨૪ આપણે સંસાર અને સંસારમાં રહેલા પદાર્થોને ભૂલી જવા જોઈએ. જે સંસારમાં નવું નવું જોયા કરીએ તો તેથી સંસારના સ્મરણમાં વિસ્મૃતિ ન થતાં વધારે થવા પામે છે.
૨૫ બાળ, યુવાન અને વૃદ્ધ એમ અવસ્થા બદલાવાની સાથે આપણા વિચાર પણ બદલાવા જોઈએ. તેમાં અનુક્રમે પ્રઢતા ને મક્કમતા આવવી જોઈએ,
ર૬ જે કંઈ ધર્મકાર્ય કરે તેનું રહસ્ય સમજવાની પહેલી ઈચ્છા રાખે.
૨૭ જે કાર્ય કરવાના આપણે અધિકારી હાઈએ અને કરી શકીએ તેટલું જ માથે લેવું જોઈએ, નહીં તો આપણે વિશ્વાસઘાતી ગણાઈએ.
૨૮ સવારમાં ઊઠી ઉત્તમ પુરુષોના નામ લેવા.