________________
[ ૩૨ ]
શ્રી કરવિજયજી ઉત્પન્ન કરવા જોઈએ અને તે પ્રેમ દુનિયાની સર્વ ચીજ પરના પ્રેમ કરતાં વધારે ઉત્તમ જોઈએ.
૧૨ ગુરુદર્શનથી અથવા તેમની દેશનાથી આપણને લાભ થવું જોઈએ અને જે તે ન થતું હોય તે દર્શનમાં કે સાંભળવામાં આપણું ખામી છે અથવા તો તે સ્થળ તે પ્રાપ્તિનું નથી એમ માનવું.
૧૩ દરેક વાત નિષેધના રૂપમાં બોલવા કરતાં પ્રતિપાદનના રૂપમાં બલવી.
૧૪ ધર્મ સંબંધમાં વિતંડાવાદ ન કરતાં સંવાદ કરવો.
૧૫ કોઈ માણસને આપણા વિચાર તરફ ખેંચો હોય તે આપણા વિચારે યત્નપૂર્વક તેના મગજમાં ઠસાવવા; પણ પ્રતિપક્ષી વિચારોનું ખંડન અથવા નિંદા કરવી નહીં.
૧૬ કઈ પણ શિષ્ટ પુરુષની પ્રશંસા એવા પ્રકારે ન કરવી કે જેથી બીજા શિષ્ટ પુરુષોની નિંદા થઈ જાય.
૧૭ એક તીર્થની પ્રશંસા કરતાં બીજા તીર્થોની ન્યૂનતા ન બતાવવી.
૧૮ જિંદગીમાં એવું એક ધર્મ અનુષ્ઠાન તે જરૂર કરવું કે જે જિંદગીના છેડા સુધી ટકી શકે.
૧૯ મૂખ આગળ કે બીજા ધર્મવાળા આગળ આપણા દેવગુરુધર્મની પ્રશંસા એટલી હદ સુધી ન કરવી કે જેથી તે ઉશ્કેરાઈ જઈ તેને નિંદા કરવાનું મન થાય.