________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૩૧ ] કાર્ય કરવામાં મુહૂર્ત કે શુકન જેવા થોભવું નહીં. ઉત્સાહને જ મુહૂર્ત લેખી કાર્ય શરૂ કરવું.
૪ કોઈ પણ જાતની મુંઝવણમાં ડાહ્યા માણસની સલાહ લેવા નીકળવું તેના કરતાં આપણા મનને ડાહ્યું બનાવવું, જેથી તે ગમે તે વખતે સાચી સલાહ આપી શકશે.
૫ કઈ માણસ આપણી પાસે કાંઈ વાત કરે તે વખતે તેની વાત ઉપર લક્ષ રાખવા સાથે તેની શારીરિક ચેષ્ટા ઉપર સવિશેષ ધ્યાન આપવું.
૬ નિન્દાની બીકે નિન્દિત કાર્ય કરવું નહીં અને સત્કાય કરતાં અટકવું નહીં.
૭ શ્રદ્ધા-આસ્થાની પહેલી જરૂર છે. તે વગર એક વાત હૃદયમાં સ્થિર થઈ શકતી નથી. શ્રદ્ધામાં વિપરીતતા ન આવે એવી સંભાળ જરૂર રાખવી.
૮ વિચાર કરતાં તરત ન સમજી શકાય એવી વાત હોય તે તે એકદમ ખોટી છે એમ માની લેવું નહીં કે જાહેર કરવા સાહસ ખેડવું નહીં.
૯ જેટલું આપણે સમજી શકતા હોઈએ તેટલું જ સાંભળવું અને વાંચવું. નહિ સમજાયેલી વાત ચિત્તને ક્ષોભ કરે છે.
૧૦ વીતરાગે રાગ-દ્વેષને ત્યાગ એ જ ધર્મ બતાવેલ છે. જે જે પ્રવૃત્તિમાં રાગ-દ્વેષની ઉત્પત્તિ થતી હોય ત્યાં ધર્મ નથી.
૧૧ અરિહંતની પૂજા કરનારે અરિહંત ઉપર પ્રેમ પ્રથમ