________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૫ ] ૫ દેહાદિક જડ વસ્તુની નકામી ચિન્તા તજી, બને તેટલી વધારે ચિન્તા નિજ આત્માની કરવી ઘટે. એમ કરવાથી અનેક ભવનાં પાપબંધન આ એક જ ભવમાં ટાળી શકાય છે.
- ૧ તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરે, મમત્વને ત્યાગ કરે અને પરિગ્રહને પાપનું મૂળ સમજી તેના પર રાગ ઘટાડ, તેમાં સાક્ષીભાવે રહેવું, પરમાત્મભાવ પમાય એવા અભેદ સ્વરૂપનું ચિન્તન કરવું અને તેમાં સ્થિર થવા દઢ પ્રયત્ન કરે.
૨ અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય સંયુક્ત આત્માનું શુદ્ધ સ્વરૂપ ચિન્તવ્યા વગર એક ક્ષણ પણ નકામી જવા દેવી નહીં.
૩ શક્તિરૂપે સર્વે આત્મા સમાન હોવાથી તેમાં આત્મવત્ બુદ્ધિ રાખવી. સહુ કઈ સાચા કલ્યાણમાગે પુરુષાતન ફેરવી, આત્મવિકાસ સાધી, સંપૂર્ણ આત્મશાન્તિ પામે એવી ઉદાર ભાવના રાખવી.
૪ વિષયાસક્તિ તજી શુદ્ધ આત્માની ઉપાસના કરવી.
૫ ક્ષણિક વિષયસુખમાં મુંઝાઈ જઈને, અનંત અવિનાશી આત્મિક સુખ સાધી લેવાનું ભૂલાઈ જવું જોઈએ નહીં.
[જે. ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૧૪૦.]