________________
[ ૨૪ ]
. શ્રી કપૂરવિજયજી ( ૨ પરના લાખો દેને તજી સજન પરના ગુણેને ગ્રહણ કરે છે, ત્યારે દુર્જન પરના લાખ ગુણેને તજી, તેના દેષમાત્રને ગ્રહણ કરે છે.
૩ ગમે તેવું ભારે કષ્ટ સહન કરવું સહેલું છે પણ પાપી દંભ તજવો દુર્લભ છે. ૪ “કંચન તજવું સહેલું છે, (પણ) પરવારીને સ્નેહ,
પરનિંદા પર ઈરષા, દુર્લભ તજવા તેહ.” ૫ પરને શિખામણ દેવી હેલ છે, એ જ શિખામણ જાતે ગ્રહણ કરવી કઠણ છે, તેમ છતાં ખરો કલ્યાણને માર્ગ એ જ છે; પપદેશે પાંડિત્યનો નથી.
(૬) ૧ ખીલે તે કરમાય. જન્મ એ મરે, એ કુદરતને અટલ કાયદે છે.
૨ દેહાભિમાન તજવું અને આપણે આત્મા જ પરમાત્મા થવાને લાયક છે, શક્તિરૂપે પરમાત્મા છે, એ સ્વાનુભવ કરે, એ સર્વે આસ્તિક-પ્રમાણિક સન્શાસ્ત્રોને સાર છે.
૩ બાહ્ય શાસ્ત્રો ભણવા તે દ્રવ્યજ્ઞાન છે અને આત્મસ્વરૂપને જાણવું–અનુભવવું એ ભાવજ્ઞાન ખાસ આદરવા ગ્ય છે.
૪ બહિરાત્મા સુંદર રૂપ, ધન, બળ અને સ્ત્રી પુત્ર પ્રમુખ બાહા વસ્તુની ઈચ્છા કરે છે અને અંતરાત્મા સુવિવેકગે તે બધાં મેહબંધનોથી મુક્ત થવા-છૂટવા ઈચ્છે છે.