________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૩ ]
૩ જો અન્યને અભય આપશે તે અભય થશેા, શાન્તિ આપશે! તે શાન્તિ મેળવશે.
૪ વસ્તુસ્થિતિ ઠીક સમજ્યા વગર મેાક્ષસુખની ઇચ્છા રાખવી વૃથા છે.
૫ પ્રમાદીને સર્વત્ર ભય રહેલ છે, અપ્રમાદીને કયાંય પણ ભય હાતા નથી.
(૪)
૧ પરની ઇચ્છા-સ્પૃહા, આશીભાવ, દીનતા, કર્માધીનતા, જન્મ, મરણ, અજ્ઞાન અને મિથ્યાત્વ એ જ પરમ મેટાં ભયદુઃખદાયક છે.
૨ જિંદગી ટૂંકી છે, જાળ લાંખી છે. જો જંજાળને ટુકાવશેા તા જિંદગી લાંખી જણાશે.
૩ હર્ષને અંતે શાક, ચડતીને છેડે પડતી, સુખને અંતે દુઃખ, ઉદય પછી અસ્ત.
૪ પેાતાના દોષ જોવાથી ( આત્મનિરીક્ષણની દેવથી ) દેષ દૂર થઇ શકશે.
૫ તુ કાણુ છે? શા માટે જન્મ્યા છે? શું કરવાનુ છે ? તેની ઉપેક્ષા કેમ કરે છે ? શા માટે ભમે છે ? આંતરદૃષ્ટિ ખાલ અને સાધ્ય નક્કી કરી સાધના કરવા માંડ.
( ૫ )
૧ આત્મ-ચિન્તા ઉત્તમ છે, માહ-ચિન્તા મધ્યમ છે, કામ ( વિષયભાગ ) ચિન્તા અધમ છે અને જડ દેહાર્દિકની ચિન્તા અધમાધમ છે.