________________
[ ૨૨ ]
શ્રી કરવિજય એવા ચંદન જેવા સદા શીતળ સંત મહાત્માઓની સેવા-સુશ્રષા કરવી અતિ આવશ્યક છે. એવા સદ્ગુરુને યોગ ચિન્તામણિ રત્ન જેવો દુર્લભ છે.
(૨) ૧ સત્સંગમાં રહે-તેને અત્યન્ત આદર કર–ભૂલેચૂકે પણ અનાદર ન કર.
૨ ઉત્તમ ધન્વન્તરી વૈદ્ય સમા તેનાં હિતવચનને હૈયામાં ધર. ૩ તેનું યથાશક્તિ પાલન કરવામાં આલસ–પ્રમાદ ન કર.
૪ નમ્રતા, કૃતજ્ઞતા અને સદ્દગુણાનુરાગને બહુ સારી રીતે આદર કર.
૫ સવારમાં (પ્રભાતમાં) પરમાત્માની શુદ્ધ ભાવે સ્તુતિ કરી ઉચ્ચ મનોરથપૂર્વક પ્રાર્થના કર કે “મારા માતા, પિતા, ગુરુ પ્રમુખ વડિલેનું તેમ જ શત્રુ મિત્રો વિગેરે સમસ્ત જીવનું કલ્યાણ-મંગળ થાઓ ! સર્વને સદબુદ્ધિ પ્રાપ્ત થાઓ સર્વે દ–અપરાધ નષ્ટ થાઓ ! અને સર્વે સુખી થાઓ!” આવી ઉદાર ભાવના સદા ય ભાવવી.
(૩) ૧ જ્યાં “લઘુતા ત્યાં પ્રભુતા.” “નમે તે પ્રભુને ગમે.” “વિનય વેરીને વશ કરે.”
૨ “આપ ગુણ ને વળી ગુણરાગી, જગમાં એહની કીરતિ ગાઇ.”