________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૭ ] ૧૧ જ્ઞાનીને ઓળખી તેની આજ્ઞાને આરાધતાં અનેકવિધ કલ્યાણ થાય છે.
૧૨ સમતાએ કર્મ ભેગવતાં નિર્ભરે છે-ક્ષીણ થાય છે. ૧૩ શારીરિક વિષય ભેગવતાં શારીરિક શક્તિ ક્ષીણ થાય છે.
૧૪ જ્ઞાનીઓને માર્ગ સીધે ને સુલભ છે પણ તે પામ વિકટ ને દુર્લભ છે. શંકા કર્યા વગર તે આરાધે તો તે પામવો સુલભ છે.
૧૫ નિવૃત્તિવાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવનો યોગ બનવાથી જીવ ઉત્તરોત્તર ઊંચી ભૂમિકાને પામે છે, તેથી તેને ખપ કરવો.
૧૬ આવા અમૂલ્ય મનુષ્યપણાને એક સમય પણ પરપ્રવૃત્તિએ (નકામે) જવા દે યોગ્ય નથી.
૧૭ ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજસ્વભાવરૂપ કરી મૂક્યા વગર આત્મદશા કેમ આવી શકે ? નિરંતર તે ભાવો પ્રત્યે લક્ષ રાખવાથી કાર્યસિદ્ધિ થાય છે.
૧૮ જન્મ–જરા-મરણાદિક દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે. સર્વ પ્રકારે જેણે તે સંસારની આશા તજી તે જ નિર્ભય થયા છે અને આત્મસ્વભાવને પામ્યા છે.
૧૯ કેટી અજ્ઞાનીના કેટી અભિપ્રાય છે અને કોટી જ્ઞાનીઓનો એક અભિપ્રાય છે.
૨૦ મેહવશ જીવને વૃત્તિઓ છેતરે છે–જીવ છેતરાય છે.