________________
[ ૧૨ ].
શ્રી કરવિજયજી ૩ સુકુળમાં અવતરી, બહુ વિનય–વૈયાવચ્ચ તથા બહુકાળ દીક્ષા
પાલન સાથે શાસ્ત્રપરિચય કરનારને શેચવું ન પડે. ૪ સ્થવિર-વયમાં સાઠ વર્ષની વયથી, જ્ઞાનમાં આચારાંગાદિના
જાણપણથી અને ચારિત્રમાં ૨૦ વર્ષના દીક્ષા પર્યાયથી લેખાય. ૫ ત્રણ પ્રકારના ઈન્દ્રો-જ્ઞાનેન્દ્ર કેવળજ્ઞાની, દર્શનેન્દ્ર ક્ષાયિક
સમકિતી ને ચારિત્રેદ્ર યથાખ્યાત ચારિત્રી જાણવા. ૬ શ્રાવકના ચાર વિસામા–૧ વ્રત ઉચ્ચરે, ૨ સામાયિકાદિક કરે,
૩ પંચપર્વો પૈષધ કરે અને ૪ અંતસમયે અનશન આદરે. છ અનર્થદંડવિરમણ–પાપપદેશ, દુર્ગાન, સંયુક્તતા અધિકરણ
અને પ્રમાદાચરણ–આ ચાર પ્રકારથી ભવભીરુ જીવ વિરમે. ૮ આચાર્ય–૧ ચોળમજીઠ જેવા વૈરાગ્ય રંગથી સ્વપરને રંગનારા,
૨ પરવાળા જેવા પિતાને રંગે, પરને નહીં, ૩ ચૂના જેવા પોતે વૈરાગ્યે ઢીલા છતાં પરને દઢ કરનારા અને ૪ ખડી જેવા પોતે પણ ઢીલા ને પરને પણ વાસિત કરવામાં ઢીલા
એમ ચાર પ્રકારના હોય. ૯ “માન માનવને હય દુરિત શિરતાજ એ”—આ વાકયને
અર્થ સમજી બને તેટલી નિઃસ્વાર્થ સેવાભક્તિવડે માનને
જય કરવો ઘટે. ૧૦ અજીર્ણ-જ્ઞાનનું અજીર્ણ અભિમાન, તપસ્યાનું ક્રોધ, ક્રિયાનું
પારકી નિંદા અને ભેજનનું વમનાદિ અજીર્ણ જાણવું. ૧૧ ગુરુ અને શિષ્ય પરિવાર બંને ઉત્તમ અનુત્તમના સંબંધમાં
ચઉભંગી સમજી લેવી.