________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૩ ]
૧૨ ઉત્તમ મેઘસમાન ગુરુજનાની ધર્મ દેશના ભવ્યાત્માઓરૂપ સુરસાળ ભૂમિમાં બહુ સારી સફળતા પામે છે.
૧૩ સાધુજના-રત્નના ગાળા સમાન ગણધર દેવા, હીરા સમાન નિગ્રંથા, સેાના સમાન સુગુણી સાધુએ અને રૂપા સમાન સામાન્ય સાધુએ જાણવા.
૧૪ આમ્રવૃક્ષ સમાન ઉત્તમ સાધુજનેાની ખૂબ સંભાળપૂર્વક કરાતી સેવા ઘણા પ્રકારે ફળદાયી નીવડે છે.
૧૫ શાન્ત-ઉપશાન્ત-પ્રશાન્ત સાધુજના કઇક ભવ્યાત્માઓના કષાયતાપ શમાવી ભારે ઉપકારી મને છે.
૧૬ શરીર, વસ્ત્રાદિ ઉપકરણ કે ક્ષેત્રાદિ સ્થાનનિમિત્તે વિષમ પ્રસંગે ઉપજતા કષાયને રાકવા જોઈએ.
૧૭ મનુષ્ય લેાકની ઉછળતી દુર્ગંધથી અહીં દેવતાઓ એછા આવે છે, પરંતુ તીર્થંકરાના કલ્યાણક પ્રસંગે, ઉપકારી એવા આચાર્યાદિકને વંદના, તપસ્વીઓના મહિમા કરવા માટે અને સ્વજન-મિત્રાદિકના સ્નેહથી આકર્ષાઇને આવે છે. ૧૮ શ્રી તીર્થંકર પ્રભુના જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક વખતે સર્વત્ર ઉઘાત થાય છે,
૧૯ અહંકારી-ક્રોધી-રાગી અને પ્રમાદી જીવા પવિત્ર ધર્મના લાભ પામી શકતા નથી.
૨૦ આસા–કાન્તિક–ફાગણુ અને ચૈત્રી પુનમ પછીના ચારે મહાપડવાના દિવસ અસ્વાધ્યાય દિન લેખાય છે.