________________
[ ૧૦ ].
શ્રી કરવિજયજી ખરી તાત્વિક વસ્તુને યથાર્થ પિછાણુ શુદ્ધ પ્રેમભાવથી તેને જ આદર કરી સુખી થાય છે.
[ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૨૩૫ ]
સત્ય માર્ગદર્શક સદૂધ, * ૧. ભાગ્યથી અધિક કઈ કંઈ પામી શકતું નથી. ગમે તેવા દાતારને ચેગ મળે અને દાન લેવા ઈચ્છનારને ગમે તેટલી ગરજ હોય ને વિચક્ષણ પણ હોય છતાં ભાગ્યથી અધિક મળી શકતું નથી. જુઓ, રાતદિવસ વરસાદ વરસે પણ ખાખરાને ત્રણ પાંદડાં જ રહેવા પામે છે.
૨. દેહ, દ્રવ્ય તથા કુટુંબ વિષે સહુ સંસારી જીવોને રતિ–પ્રીતિ હોય છે, પરંતુ મેક્ષાભિલાષી જનેને તો જિનેશ્વર પ્રભુ, જિનમત (જેન ધર્મ) તથા શ્રી સંઘ ઉપર જ સાચે પ્રેમ–રાગ હોય છે.
૩. પ્રમાદાગે સ્વછંદપણે ઇદ્રિના વિષય સેવવાથી જ જીવ સંસારમાં ભટકે છે.
૪. હળુકમી છે, દુર્લભ ધમસામગ્રી પામી, તેનો બને તેટલો લાભ લેતા રહે છે. સ્વચ્છંદપણું તજી શાસ્ત્રાજ્ઞાને અનુસરી ચાલે છે અને પોતાનું ભવિષ્ય સુધારી લેવા ચૂક્તા નથી.
૫. અન્યાય-અનીતિથી ઉપાર્જન કરેલું ધન બહુ તે દશ વર્ષ સુધી ટકે છે, લાંબું ટકતું નથી, પણ અગિયારમે વર્ષે તો તેવું ધન સમૂળગું નષ્ટ થઈ જાય છે, છતાં દુબુદ્ધિવશ