________________
[ ૮ ]
શ્રી રવિજયજી ૭. આ મહાન માર્ગે જે માણસ જેમ જેમ પ્રગતિ કરે છે તેમ તેમ જીવનને પ્રકાશ (વિકાસ) મેળવે છે.?
૮. વસ્તુત: આ જ (ગત વાકયમાં બતાવેલ જીવનપદ્ધતિ ) આસ્તિક્ય છે અને આ જ ધાર્મિક જીવન છે-ઈશ્વરાદિ વિષયક શ્રદ્ધાની ગેરહાજરીમાં પણ.
૯ આત્મા વાસ્તવમાં પરમાત્મા છે, પણ મેહના વિસાવદશામાં પડેલ છે. વિવેકનો પ્રકાશ થતાં મેહનું હનનકાર્ય સરળ થશે અને એ જ રસ્તે તેનું (આત્માનું) ઉદ્ધરણ થઈ શકશે.
[જે. ધ. પ્ર. પુ. ૫૧, પૃ. ૧૩૭ ]
હિતોપદેશ. જ્ઞાન-જ્ઞાનીને ભારે પ્રભાવ સમજી તેનું શુદ્ધ
પ્રેમ-ભાવથી સેવન કરે. ૧. ભવ–સાગરમાં બૂડતા પ્રાણીઓને જ્ઞાન પ્રવાહણ તુલ્ય છે અને મેહ–અંધકારને નાશ કરવા જ્ઞાન સૂર્ય—મંડળ સમું છે.
૨. જ્ઞાન, આત્માને મુખ્ય ગુણ છે. તે આત્મસ્વરૂપ છે. તેના દઢ અભ્યાસથી તે ખરા રૂપમાં પ્રકાશે છે, તેથી મેંહ-અજ્ઞાન નાશ પામે છે અને દુખ–બ્રાન્તિ ટળી જઈ ખરું સુખ પ્રગટે છે.
૧. ઉપકારી જ્ઞાન–અનુભવી પુરુષોએ જીવની લાયકાત-યોગ્યતા પ્રમાણે અનુકૂળ સાધનયોગે આત્માને જેમ વિકાસ થવો જાણ્યછે તેમ હિતબુદ્ધિથી બતાવ્યો છે, તેને સરળભાવે અનુસરનારા સહેજે સ્વશ્રેય સાધી શકે છે.