________________
( ૩૩૦ )
માસિકો, વર્તમાન પેપરોમાં છપાયેલ સ્વર્ગસ્થીના લેખોનો આ ગ્રંથમાં સંગ્રહ છે. આ ઉત્તમ ગ્રંથની કિંમત મુદ્દલથી પણ અર્ધી રાખવામાં આવેલી છે કાચું પૂંઠું પાંચ આના, પાકું પૂઠું છે આના.
પ્રાપ્તિસ્થાન–શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર
જૈન બંધુ (મુંબઈ) તા. ૩૦-૧૨-૩૯.
“શી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ ૧ લે. મૂલ્ય પાંચ આના.
પ્રકાશક-શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ-મુંબઈ
અનુગાચાર્ય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી મહારાજના મુંબઈના ચાતુર્માસ દરમિયાન જે કાંઈ સમાજ અને ધર્મહિતના નાના–મેટાં કાર્યો થયાં છે તેમાં શ્રી કરવિજયજી સ્મારક સમિતિની સ્થાપનાને પણ એક લેખાવી શકાય. સગુણાનુરાગી સન્મિત્ર શ્રી કપૂરવિજ્યજી મહારાજની વિદ્વત્તા, સાદાઈ અને ત્યાગથી જૈન સમાજ પરિચિત છે. તેઓશ્રીએ જૈન સમાજને તેમના લેખો અને વાણી દ્વારા ખૂબ મનને કરવા યોગ્ય ખોરાક પૂરી પાડ્યો છે. અને તેઓશ્રી દેવગત થતાં તેઓની યાદીરૂપ તેમના લેખને જનસમાજના કલ્યાણાર્થે પ્રસિદ્ધ કરવા અતિ ઉપયોગી હોઈ સદર કાર્ય સ્તુત્ય છે. પુસ્તકમાં શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ જેવા જાણીતા લેખકદ્વારા લખાયેલ ઉપોદઘાત પછી તે જ પુસ્તકમાં સાથે સાથે “આમુખ” કઈ બીજા તરફથી લખાયેલ પ્રગટ થાય તે અજુગતું ગણુય. આ કરતાં જે શાંતમૂર્તિ શ્રી કપૂરવિજયજી મહારાજનું સળંગ જીવનચરિત્ર જનતા આગળ આ પુષ્પમાં જ ધરવાનું યોગ્ય ધારવામાં આવ્યું હતું તે તે વધુ ઇચ્છનીય અને પુસ્તકની ઉપયોગિતામાં ઉમેરો કરનાર થઈ પડત.