________________
શ્રી કરવિજયજી લેખસંગ્રહ ભાગ ૧ લા માટે
આવેલા પ્રસિદ્ધ પત્રોના અભિપ્રાયો.
શ્રી જૈનધર્મ પ્રકાશ (ભાવનગર) પુ. ૫૫, અંક ૮, કાતિક, પૃષ્ઠ ૨૯૬.
સગુણાનુરાગી શ્રી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ ૧ લે. પ્રકાશક-શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ, મુંબઈઆ બુકમાં
શ્રી જૈનધર્મ પ્રકાશમાં ૨૫-૩૦ વર્ષ અગાઉ પ્રગટ થયેલા ૧૧૨ લેખોને સંગ્રહ છે. તેની અનુક્રમણિકા બે પ્રકારની પ્રારંભમાં ને પ્રાંતભાગમાં આપેલી છે. તમામ લેખે ખાસ ઉપદેશક છે. મજકુર સમિતિના પ્રયાસરૂપ વૃક્ષનું આ પ્રથમ ફળ છે. પંન્યાસજી પ્રીતિવિજયજીની પ્રેરણાથી આ કાર્યની ઉત્પત્તિ થઈ છે. પ્રારંભમાં લેખકનો અને પ્રેરકનો ફોટો આપેલ છે, તેમ જ ઉપદુધાત, આમુખ વિગેરે આપેલ છે. સુમારે ક્રાઉન ૧૬ પેજ ૩૫૦ પૃષ્ઠની પાકી બાંધેલી બુકની કિંમત માત્ર પાંચ આના જ રાખી છે. કપડાના પૂઠાવાળીના છ આના રાખ્યા છે. પ્રાપ્તિસ્થાનમુંબઈ–ગોપાળભુવન, પ્રીન્સેસ સ્ટ્રીટ–મંત્રી નરોત્તમદાસ ભગવાનદાસ. (અમારી સભામાંથી પણ મળશે).
શ્રી આત્માનંદ પ્રકાશ (ભાવનગર) સં. ૧૯૯૬, પિષ, પૃષ્ઠ ૧૭૪. સગુણાનુરાગી શ્રી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ ૧ લે. પ્રકાશક:-શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ, મુંબઈ. પૂજ્યપાદ પંન્યાસજી મહારાજ શ્રી પ્રીતિવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી સ્થપાયેલ શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ તરફથી પ્રકાશિત થયેલ શ્રી કપૂરવિજયજી મહારાજને લેખસંગ્રહ ભા. ૧ લો–એ નામના આ ગ્રંથમાં સરલ અને મનનીય લેખોનો સંગ્રહ છે. જુદાં જુદાં