________________
( ૩૩૧ ) ગુજરાતી ( સાપ્તાહિક ) (મુંબઈ) તા. ૧૦-૧ર-૩૯.
લેખસંગ્રહ ભાગ ૧ લો–રચયિતા–મુનિશ્રી કપૂરવિજયજી; પ્રકાશક-શ્રી કરવિજયજી સ્મારક સમિતિ, ગેપાળભુવન, પ્રીસેસ સ્ટ્રીટ, મુંબઈ. કિ. ૦-૬-૦. પૂ૪ ૩૨૦; પાકું પૂંઠું.
પ્રશાંતમૂર્તિ સદ્દગુણનુરાગી ચયા આરાના નમૂનારૂપી સર્વસંગપરિત્યાગી મુનિ મહાત્મા શ્રી કરવિજયજી મહારાજને પૂરા ભક્તિભાવથી આજે પણ સકલ સંઘ યાદ કરે છે. જેનસમાજમાં આ મહાપુરુષ અજોડ વ્યક્તિ હતા. અધ્યાત્મમાર્ગાનુસારી મહાપુરુષ શ્રી આનંદઘનજી મહારાજનાં પરમ પવિત્ર તો આ મહાપુરુષમાં હતાં. એમણે “ શ્રી જૈન, ધર્મપ્રકાશ” વગેરેમાં તદ્દન સહેલી ભાષામાં અત્યંત ઉપકારક લેખે લખીને જેનશાસનની અપૂર્વ સેવા બજાવી હતી. આવા શાસનહિતકારી • લેખોનો સંગ્રહ થવાની ઘણી જરૂર હતી. •
આ સંગ્રહમાં નૈતિક લેખે, ધર્મોપદેશાત્મક લેખ, સામાજિક લેખ, જેનપયોગી લેખો, પ્રશ્નોત્તર અને સંવાદોને સમાવેશ કરેલ છે. ઉપોદઘાત શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, સોલિસીટરે બહુ જ અભ્યાસપૂર્ણ લખેલ છે. “આમુખ શ્રી મેહનલાલ દીપચંદ ચેકસીએ ભારે ચક્કસાઈથી લખ્યો છે. આ ગ્રંથના પ્રસિદ્ધિ કાર્યમાં દાનવીર શેઠ રા. સા. કાંતિલાલ ઈશ્વરલાલ, જે. પી., વગેરેએ ઉદારતાપૂર્વક નાણાં આપેલાં છે. આ પ્રકાશનમાં ગોડીજી મહારાજના ઉપાશ્રયે ચોમાસું રહીને શ્રી ભગવતી સૂત્રનું વાંચન કરી રહેલ અનુગાચાર્યદેવ શ્રી પ્રીતિવિજયજી મહારાજે પિતાની લાગવગનો સદુપયોગ કરીને ઘણે મોટો ફાળો આપેલ–અપાવેલ છે, એથી એમનો ફોટો તથા જીવનચરિત્ર આપેલાં છે, તે ઘણું જ વ્યાજબી છે. સારા કાગળો, સુંદર ટાઈ૫ અને પાકી બાંધણી છતાં કિંમત માત્ર છ આના જ રાખી છે, એથી સામાન્ય માણસો પણ આવા ઉત્તમ પ્રતિના લેખોમાંથી પવિત્ર ભાવનાભરી પ્રેરણા મેળવી શકશે.